જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટમાં : 200 કાર-2000 બાઈકની રેલી નીકળશે, એરપોર્ટથી લઈ રેસકોર્સ સભા સ્થળ સુધી ભાજપનું ‘શક્તિ પ્રદર્શન’
પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા આજે પહેલીવાર રાજકોટ આવી રહ્યા હોય તેમનું `ગ્રાન્ડ વેલકમ’ કરવા માટે શહેર-જિલ્લા ભાજપ દ્વારા તનતોડ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી. સાંજે 7 વાગ્યાથી જગદીશ વિશ્વકર્માની રેસકોર્સમાં સભા યોજાવાની છે પરંતુ તેઓ જેવા રાજકોટ આવી પહોંચે કે એરપોર્ટથી લઈ રેસકોર્સ સભા સ્થળ સુધી શહેર-જિલ્લા ભાજપનું `શક્તિ પ્રદર્શન’ જોવા મળશે.
આ પણ વાંચો :Ranji Trophy : રાજકોટમાં આજે કરુણ નાયર, જયદેવ ઉનડકટ, મયંક અગ્રવાલ સહિતની ટક્કર, સૌરાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફી મુકાબલો
જગદીશ વિશ્વકર્મા બપોરે 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ આવવા માટે રવાના થશે. 5 : 30 વાગ્યે એરપોર્ટથી નજીક આવેલી બોમ્બે સુપર માર્કેટથી 200 કાર સાથે જિલ્લા ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આ પછી છ વાગ્યે તેઓ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પહોંચશે જ્યાં સ્વાગત-અભિવાનદ કરાયા બાદ 2000 બાઈકની રેલી સાથે તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ કે જ્યાં તેમની સભા યોજાવાની છે ત્યાં પહોંચશે. 7 વાગ્યાથી તેઓની સભા શરૂ થઈ જશે જે આઠ વાગ્યે પૂર્ણ થશે.
આ પણ વાંચો :હાઇવે પર ગંદા શૌચાલયનો ફોટો શેર કરવા બદલ તમને મળશે રૂ.1 હજારનું ઈમાન! NHAIની નવી પહેલ,વાંચો સમગ્ર માહિતી
પ્રમુખનો આગ્રહઃ બૂકે નહીં, બૂકથી વેલકમ કરવુંઃ હજારો કાર્યકરો સાથે ભોજન લેશે
જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમણે એક નવી પરંપરા શરૂ કરી છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં પક્ષ દ્વારા તેમનું બૂકેથી નહીં બલ્કે બૂકથી વેલકમ કરવું તેવો આગ્રહ રાખતા હોય તેને ધ્યાનમાં રાખી શહેર ભાજપ દ્વારા તેમનું ચોપડાથી સ્વાગત કરવામાં આવશે. આ માટે પાંચ-પાંચ બુકનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપાલિકા હસ્તકની શાળામાં વિતરણ કરી દેવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે યોજાનાર હોય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જગદીશ વિશ્વકર્મા હજારો કાર્યકરો સાથે ત્યાં જ ભોજન લેશે.
