આજે શ્રાવણનો બીજો સોમવાર : ધેલા સોમનાથ, સોમનાથ અને જડેશ્વરમાં ભક્તિનો મેળો,રવાડી-ભંડારાનું આયોજન
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો માહોલ જોવા મળ્યો છે. શહેરના ઇશ્વરિયા, ધેલા સોમનાથ અને જડેશ્વર જેવા મોટા શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની ઉમટી ભીડ જોવા મળી. ભક્તો શિવજીને દુધાભિષેક, જળાઅભિષેક કરી શ્રાવણમાસના પવિત્ર દિવસોમાં ભક્તિમગ્ન થયા છે.
श्री सोमनाथ महादेव मंदिर,
— Shree Somnath Temple (@Somnath_Temple) August 4, 2025
प्रथम ज्योतिर्लिंग – गुजरात (सौराष्ट्र)
दिनांकः 04 अगस्त 2025,श्रावण शुक्ल दशमी- सोमवार
प्रातः श्रृंगार
08254593#somnath #mahadev #shivji#bhakti #somnathlivedarshan #somnathtemple pic.twitter.com/6STK9hjyh4
સોમનાથ મહાદેવનો દિવ્ય શૃંગાર અને પૂજા
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ત્યારે પ્રથમ જ્યોતિલિંગ લેવા સોમનાથ મહાદેવના દર્શન કરવા વહેલી સવારથી ભક્તો ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે આજના શુભ દિવસે મહાદેવને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. શ્વેત પુષ્પો અને ગુલાબના હારથી સજાવવામાં આવેલા શિવલિંગના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. વિવિધ બિલ્વપત્રો અને રંગબેરંગી પુષ્પોથી કરવામાં આવેલો આ અલૌકિક શૃંગાર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
श्री सोमनाथ महादेव मंदिर, प्रथम ज्योतिर्लिंग, प्रातः आरती
— Shree Somnath Temple (@Somnath_Temple) August 4, 2025
दिनांकः 04 अगस्त 2025,श्रावण शुक्ल दशमी- सोमवार pic.twitter.com/q4IJnt36eP
જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લોકમેળાનું આયોજન
આજના દિવસે મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ રતન ટેકરી પર બીરાજમાન સ્વયંભૂ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય મેળાનું આજથી શ્રીગણેશ થયો છે. મોરબી અને વાંકાનેરના ધારાસભ્યો તથા મંદિરના મહંતના હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવી.
આ પણ વાંચો : મેઘરાજા આરામના મૂડમાં : હવે જન્માષ્ટમીએ વરસાદ જમાવટ કરે તેવી શક્યતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
જડેશ્વર મહાદેવ દાદાના દર્શન માટે ભક્તો દુરદુરથી આવી રહ્યા છે. શ્રાવણ માસમાં ભક્તિભાવ સાથે મેળાની પરંપરા જનમાનસમાં ધર્મપ્રેમ જાગૃત કરે છે. જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 30 દિવસિય શિવમહોત્સવ શરૂ થયો છે. આજે સોમવારે સોમનાથ નજીકથી ભાવિકો દર્શન માટે આવ્યા છે સોમનાથ ખાતે ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ રચાયો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દાદાનાં દર્શનની વ્યવસ્થા કરાય છે.જેમાં દેશ વિદેશથી ભાવિકો પૂજા આરતી અને દર્શનમાં જોડાય છે.
