સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ : સોમનાથ સાથે જોડાયેલી છે બોલીવુડના શહેનશાહની રસપ્રદ વાતો
સદીઓના મહાનાયક ફિલ્મ સ્ટાર બીગ-બી અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરે જન્મદિવસ હોય તેઓની સોમનાથ મુલાકાતની રસપ્રદ વાતો આ રહી. અમિતાભની ફિલ્મ ‘ડોન’નો એક સંવાદ છે કે ‘ડોન કો પકડના મુશ્કીલ હી નહીં, નામુમકીન હૈ’ તેવો કડક પોલીસ બંદોબસ્ત સોમનાથ ખાતે રખાયો હતો.
‘ખુશ્બુ ગુજરાત કી’ પ્રવાસન પ્રમોશન
અમિતાભ અત્રે તા.4-6-10ના રોજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના મહેમાન અને ‘ખુશ્બુ ગુજરાત કી’ પ્રવાસન પ્રમોશન સોમનાથ મંદિરના ફિલ્મ-વીડિયો શુટિંગ માટે અત્રે આવેલ હતા.
સોમનાથના ભાસ્કર વૈદ્ય સ્મૃતિ વાગોળતા કહે છે કે, ‘અમિતા ભબચ્ચનની ઉંચાઈ છ ફૂટ અને બે ઇંચ છે જ્યારે અતિથિગૃહમાં પલંગ છ ફૂટના જ હોય છે જેથી વનવિભાગે આ અગાઉ સાસણમાં આવેલ ત્યારે તેના માપનો લાકડાનો પલંગ બનાવાયો હતો તે ખાસ વાહનમાં સોમનાથ લવાયો હતો.
આ પણ વાંચો :મુખ્યમંત્રી આજે રાજકોટમાં : ભુપેન્દ્ર પટેલના હસ્તે ડેપ્યુટી કલેકટરના ક્વાટર્સ સહિત 18 કામોનું ખાતમુહૂર્ત
અમિતાભે સોમનાથ મંદિરના કીર્તન હોલના ખૂણે તેમજ જૂના સોમનાથ વડલાના ઓટલે ઉભી સૌમનાથ મંદિર તરફ હાથ ચિંધી સંવાદ બોલ્યા હતા અને સોમનાથનો મહિમા દર્શાવી સોમનાથ આવવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત સોમનાથ મંદિર સમુદ્ર કાંઠાના દક્ષિણ ધ્રુવ સ્થંભ પાસે પણ શુટિંગ થયેલ.
આ પણ વાંચો :દંપતિ ક્યારે મા-બાપ બનશે તે સરકાર નક્કી કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
અમિતાભ પોતાની સાથે વેનિટી વાહન લાવેલ જેમાં જ તેને વસવાટ અને વિશ્રામ કરેલ. અમિતાભે વિનામૂલ્યે સોમનાથ મહાદેવ મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે પોતાનો અવાજ આપેલ છે. આજે’ય પણ ‘કૌન બનેગા કરોડપતિ’ ટીવી સિરીયલમાં જેનો નંબર લાગે છે તેવ ઉમેદવારો સોમનાથ મંદિરનું નમન અને બિલીપત્ર અમિતાભને આપવા ખાસ લઈ જાય છે. રીલ લાઈફ અને રિયલ લાઈફ અલગ છે.
