Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજે શરદ પૂર્ણિમા : શું તમે જાણો છો શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રની ચાંદનીમાં ખીર ખાવાનો મહિમા શું છે?

Mon, October 6 2025


આસો માસની પૂર્ણિમાને શરદ પૂનમ કે શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ પછી દશેરા આવે છે અને ત્યારબાદ જે પૂનમ આવે છે એને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચાંદલિયો આકાશમાં પૂર્ણ અને સોળે કળાએ ખીલીને શીતળ ચાંદની ફેલાવે છે. શરદ પુનમની રાતને રઢિયાળી રાત કહેવામાં આવે છે. આ રાતનો નજારો ખરેખર માણવા લાયક હોય છે. શરદ પૂર્ણિમા આવ્યા પછી વાતાવરણમાં ધીરેધીરે ઠંડક પ્રસરાવા લાગે છે તેથી મોડી રાતે રજાઈ ઓઢવાની ફરજ પડે છે અને શરદ ઋતુનો પ્રારંભથાય છે. ગુજરાતી પંચાગ પ્રમાણે બાર મહિનામાં જેટલી પણ પૂનમો આવતી હોય એનાં કરતાં શરદ પૂર્ણિમાનું વજૂદ અને મહત્વ અલાયદું છે. શરદ પૂર્ણિમાને મોટી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા સોળે કલાએ ખીલી

શરદ પૂર્ણિમાના દિવસે કલાધર ચંદ્રમા એની સંપૂર્ણ શશીકલાઓ પ્રસરી સોળે કલાએ ખીલી અને દીપી ઉઠે છે. નિરભ્ર આસમાનમાં ચંદ્ર એવો જાજરમાન લાગે છે કે તે ચાંદનીની બારાતમાં જઈ રહ્યો હોય એવો ભાસ લાગે છે. આજના દિવસે ચંદ્રમા સોળે કળાએ ખીલીને શીતળ ચાંદની ફેલાવે છે.

શરદપૂર્ણિમાના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે રાધાજી તથા ગોપીઓ સમેત જમુનાના તટ ઉપર સૂરીલી મધુરી મોરલીના સથવારે આખી રાત રાસલીલા રચાવી હતી. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂનમ તરીકે પણ ઓળખવામાંઆવે છે. આપણાં કવિ/લેખકોએ પણ પોતાની રચનાઓમાં શરદપૂનમનો ઉલ્લેખ કરેલ છે.

શરદ પૂર્ણિમા 2025 તિથિ

શરદ પૂર્ણિમાનો પૂર્ણિમાની તિથિ 6 ઓક્ટોબર, એટલે કે આજે બપોરે 12:23 વાગ્યે શરૂ થશે અને 7 ઓક્ટોબરના રોજ સવારે 9:16 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, શરદ પૂર્ણિમા આજે, એટલે કે 6 સપ્ટેમ્બરે ઉજવવામાં આવી રહી છે.

શરદ પૂર્ણિમા પર ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાનો શુભ સમય

પંચાંગ મુજબ, ખીર રાખવાનો  શુભ સમય 6 ઓક્ટોબર, એટલે કે આજે રાત્રે 10:37 વાગ્યે શરૂ થશે અને 12:09 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે સૌથી શુભ અને લાભદાયી સમય માનવામાં આવે છે.

આ પણ વાંચો :ક્રિકેટમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ યથાવત : પુરુષ બાદ મહિલા ટીમનો પણ પાકિસ્તાનને તમાચો, વન-ડે વર્લ્ડકપમાં 88 રને શાનદાર જીત

આસો માસો શરદ પુનમની રાત જો, ચાંદલિયો ઊગ્યો રે, સખી મારા ચોકમાં રે.’ ‘શરદ પૂનમની રાતડી હો હો ચાંદની ખીલી છે ભલી ભાતની’. ‘શરદ પૂનમની રાતમાં એક વાર તમને જોયાં હતાં, તમને જોઈને અમે સુખ ચૈન ખોયાં હતાં’. ‘હો પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રિયતમ સાથે છે મુલાકાત, આજે તું ના જાતી’. ‘સાંભળ સહિયર વાતડી ને નૌતમ આસો માસ, શરદ પૂનમની રાતડી ને ચંદ્ર ચઢ્યો આકાશ’. ‘તમ વિરહમાં વેરણ થઈ ગઈ શરદ પૂનમની રાતડી રે’.

શરદપૂર્ણિમાને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખાઈ

 શરદપૂર્ણિમાને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી લોકવાયકા છે કે સાગરમાં ખુલ્લું થઈને પડેલું છીપલું, વરસાદનું ટીપું ગ્રહણ કરીને શરદ પૂનમના દિવસે સાચાં મોતીમાં પરિવર્તિત થાય છે. કહેવાય છે કે માત્ર માનસરોવરમાં વસેલાં હંસ જ સાચાં મોતી ખાય છે.

આ પણ વાંચો :Health Tips: શું દરેક વ્યક્તિએ 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે? જાણો શું છે સ્લીપ સાયકલનું વિજ્ઞાન

શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ

શરદ પૂર્ણિમાનો સમય એ વર્ષનો તબક્કો છે જ્યારે હવામાન બદલાય છે. ઉનાળા પછી આ પ્રથમ પૂર્ણિમા છે અને વાતાવરણમાં ઠંડક આવવા લાગે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, જેના કારણે તેના કિરણો ખૂબ અસરકારક હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, ચંદ્રના કિરણો વાતાવરણમાં હાજર નકારાત્મક ઊર્જાને ઘટાડે છે અને ખીર જેવા ખોરાક પર હકારાત્મક ઊર્જા અસર કરે છે. ખીર દ્વારા ચંદ્રના કિરણો શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે, તેને એક વિશેષ અને પવિત્ર વિધિ બનાવે છે. આયુર્વેદ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં બેસીને ખીર ખાવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે.

શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ

શરદ પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા સાથે પણ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે મહારાસલીલા કરી હતી, જેથી આ પૂર્ણિમાને  ‘રાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેના 16 તબક્કામાં પૂર્ણ થાય છે અને તેના કિરણોને અમૃતથી ભરપૂર માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે શરદ પૂર્ણિમાની રાત્રે જાગવું એ સમૃદ્ધિનું પ્રતીક છે. ખુલ્લા આકાશની નીચે ખીરને રાખવાની પરંપરાનું ધાર્મિક મહત્વ એ છે કે ચંદ્રના કિરણો ખીરને અમૃતથી ભરે છે, જે તેને વધુ પૌષ્ટિક અને દૈવી ખોરાક બનાવે છે. પ્રસાદ તરીકે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે લોકો જાગરણ કરે છે અને ખીર ચઢાવે છે તેમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની બજારમાં દિવાળીની ચમક : ટેકસટાઇલ ટ્રેડમાં તેજી,તહેવારોમાં 4000  કરોડનો વેપાર, ખરીદીનો ધમધમાટ

Next

ક્રિકેટમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ યથાવત : પુરુષ બાદ મહિલા ટીમનો પણ પાકિસ્તાનને તમાચો, વન-ડે વર્લ્ડકપમાં 88 રને શાનદાર જીત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
10 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
20 કલાક પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
21 કલાક પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
21 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ જશે અયોધ્યા, મંદિરનું નિરીક્ષણ કરશે અને રામલલાની પૂજા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દીપડાની બીકે બાળકોને પાંજરે પૂર્યા !!
ક્રાઇમ
9 મહિના પહેલા
રાજકોટ જિલ્લામાં રવિ પાક માટે સિંચાઇનું પાણી છોડાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં ગાયને અપાયો ‘રાજ્યમાતા’નો દરજ્જો : વિધાનસભાની ચૂંટણી પહેલા એકનાથ શિંદે સરકારનો મોટો નિર્ણય
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર