આજે કરવાચોથ: ‘અખંડ સૌભાગ્ય’ માટેનું વ્રત, સિદ્ધિ યોગ સાથે રોહિણી નક્ષત્ર, જાણો પૂજાવિધિ અને પરંપરા
આજે આસો વદ ચોથને શુક્રવારે કરવા ચોથ છે,આ વર્ષે શુક્રવારે સિદ્ધિ યોગ સાંજના 5.40કલાક સુધી છે તે ઉપરાંત આખો દિવસ તથા રાત્રી દરમિયાન ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભ રાશીમાં છે,સાંજના 5.30 કલાકથી રોહિણી નક્ષત્ર પણ ઉત્તમ છે, આમ આ વર્ષની કરવા ચોથ રાશી યોગ અને નક્ષત્ર મુજબ ઉત્તમ ફળદાઈ ગણાશે.રાજકોટમાં પણ ગુજરાતી મહિલાઓ કરવા ચોથ રાખે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વ્રત રાખવાની પરંપરા શરૂ થઈ છે.
પૂજાનો શુભ સમય રાત્રે 6.26 થી 8.04 કલાક સુધી છે આ વ્રત પરણેલી મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે કરે છે.આ વ્રતમાં આખો દિવસ નકકડો ઉપવાસ કરવાનો હોય છે આ દિવસે સાંજે ગણેશજી, મહાદેવ, પાર્વતીજી તથા કાર્તિકેયનું પૂજન કરવું સાથે ચંદ્રનું પૂજન કરવું.
પતિના લાંબા આયુષ્ય માટે વ્રતની પરંપરા
સત્યયુગથી પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરવાની પરંપરા પ્રચલિત છે. તેની શરૂઆત સાવિત્રીના પતિ પ્રત્યેના સમર્પણથી થઈ હતી. જ્યારે યમ આવ્યા, ત્યારે સાવિત્રીએ તેને તેના પતિને લઈ જતા અટકાવ્યો અને તેના મક્કમ સંકલ્પ સાથે તેણે તેને પાછો મેળવ્યો. ત્યારથી, પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરવામાં આવે છે. બીજી વાર્તા પાંડવોની પત્ની દ્રૌપદી વિશે છે. તેમના વનવાસ દરમિયાન, અર્જુન તપસ્યા કરવા નીલગિરિ પર્વત પર ગયા હતા. દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે ભગવાન કૃષ્ણની મદદ માંગી. તેણે ભગવાન શિવ માટે દેવી પાર્વતી દ્વારા નિહાળેલા ઉપવાસની જેમ જ ઉપવાસ કરવાની સૂચના આપી. દ્રૌપદીએ તેમ કર્યું અને થોડી વારમાં અર્જુન સલામત રીતે પાછો ફર્યો.
આ પણ વાંચો :આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 194 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત,સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
પૂજા કરવાની રીત
એક બાજોઠ પર લાલ વસ્ત્રપાથરી તેના ઉપર થાળી રાખીને મૂર્તિ રાખવી. બધી મૂર્તિ ન હોય તો તેના બદલે સોપારીને નાડાછડી વીટી ને રાખવી, ત્યારબાદ તેનું પૂજન કરવું સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી આ પૂજન બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય અને ત્યાર પછી ચંદ્ર ઉગે એટલે એક ચારણી લેવી તેમાં દિવો પ્રગટાવી અને ચંદ્રના દર્શન કરી અર્ધ્ય અર્પણ કરવું અને ત્યારબાદ ચારણીમાંથી પતિદેવનું મોઢું જોવું અને પતિદેવના હાથે જળ પીવું અને પતિદેવને ભોજન આપી પછી પોતે ભોજન કરવું.સાસુ માતાજીને પગે લાગી એક લોટો અને તેમને નવા વસ્ત્ર ભેટમાં આપવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપી સાસુ તથા પતિદેવના આશિર્વાદ લેવા.
આ પણ વાંચો :તમારા કરવા ચોથને બનાવો ખાસ : આ 7 પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને Google Gemini દ્વારા બનાવો ચંદ્ર નિહાળતો રોમેન્ટિક ફોટો
ચંદ્ર ઉદય સમય રાત્રે 8.56 કલાકે
આ પ્રમાણે 12 વર્ષ અથવા 16 વર્ષ સુધી આ વ્રત રહેવું,આજીવન પણ રહી શકાય વ્રતનાઉદ્યાપનમાં 13 સુહાગી બહેનોને ભોજન કરાવવું જોકે વ્રતનુ ઉજવણું રિવાજ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. રાત્રે પૂજાનો સમય રાત્રે 6.26 થી 8.04નો છે તેમ
શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્નએ જણાવ્યું હતું.
નિર્જળા ઉપવાસમાં ધ્યાન કઈ રીતે રાખી શકાય..?
કરવાચોથ ઉપવાસ એ પાણી વગર નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે. આથી શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે.આ ઉપરાંત સરગી એ ઉપવાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.સાસુ દ્વારા સરગી આપવામાં આવે છે.જે પૌષ્ટિક લ્યો,સરગીમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવું.ઉપવાસ એ શરીર સાથે મનની કસોટી પણ છે,ભૂખ અને તરસ વિશે વિચારવાથી તણાવ વધે છે.જેથી મનને શાંત રાખવા ધ્યાન અને પ્રાણાયમ કરવું જોઈએ.મનગમતી પ્રવૃત્તિ સાથે વ્યસ્ત રહો.જ્યારે સાંજે ચંદ્ર દર્શન પછી ઉપવાસ તોડો ત્યારે ફળ,દૂધ કે ખીર જેવા હળવા ખોરાકથી ઉપવાસ તોડવો જોઈએ,પહેલા પાણી પીઓ પછી ધીમે ધીમે ખાવો જેથી પાચનતંત્ર પર ભાર ન આવે..
