આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાની વિદાય અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં વીજળીના ચમકારા અને પવન ફૂંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલો, જાણીએ આગામી સમયમાં રાજ્યના કયા ભાગોમાં વરસાદ ખાબકવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 27મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
28મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ સંભાવના છે. સાથે જ ઉત્તર ગુજરાતના પંચમહાલ અને દાહોદ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
29મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે.
30મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવા વરસાદની સંભાવના છે.