ધ્રોલ નજીક કાર પલ્ટી મારી જતા રાજકોટના યુવક સહીત ત્રણના મોત
લતીપર ગામે પાંચ મિત્રો લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને દાંડિયા રાસ પતાવી હોટેલ નાસ્તો KRI પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો : 2 યુવકોની હાલત ગંભીર : કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી
ધ્રોલના લતીપર ગામ પાસે કાર પલ્ટી મારી જતા રાજકોટના 19 વર્ષિય યુવક સહીત ત્રણના મોત નીપજ્યા હતા. જ્યારે બે યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે. પાંચેય યુવક લતીપર લગ્નમાં ગયાં હતા ત્યાંથી દાંડિયા રાસ હાજરી આપ્યા બાદ ભેંસદળ ચોકડી પાસે આવેલ રૂદ્ર હોટલમાં નાસતો કરવા ગયાં હતા. જ્યાંથી પરત ફરતી વખતે લતીપર ગામ નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા બનાવ બન્યો હતો.
માહિતી મુજબ જામનગર અને રાજકોટના પાંચ મિત્રો જીજે-36-એસી-4957 નંબરની એક વરના કાર લઇને લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતાં. જ્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોકુળપુર નજીક કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ કાર ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી.કાર ખાડામાં ખાબકતાં આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા, જેમણે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં રૂષિભાઈ મુકેશભાઈ ચભાડિયા (રહે.રાજકોટ), ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (રહે. શિવનગર શેરી નં. 4, શંકરટેકરી ઉદ્યોગનગર પાસે, જામનગર) અને વિવેકભાઈ દિનેશભાઈ પરમાર ( રહે. શ્રીજી હોલ પાસે, જામનગર)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં કાર અનિયંત્રિત થઈને પલટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસને મૃતદેહોને બહાર કાઢવા કારનાં પતરાં ચીરવાં પડ્યાં હતાં.
વધુ વિગત મુજબ આ અકસ્માતમાં મોતને ભેટેલો જામનગરનો વિવેક પરમાર શહેરના મહાવીર પાક વિસ્તાર શ્રીજી હોલ પાસે રહેતો હતો. જે કોલેજ પૂરી કર્યા બાદ સીએનસી મશીનમાં નોકરી કરતો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવારમાં શોકનું મોજુ છવાઈ ગયું છે. જ્યારે અકસ્માતમાં કાળને ભેટેલો 19 વર્ષીય રૂષિ મુકેશભાઈ ચભાડીયા રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હતો.જ્યારે મૃતક ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા જામનગરના ઉદ્યોગ નગર વિસ્તારમાં બ્રાસપાટમાં મજૂરી કામ કરે છે.