લોન-હોસ્ટેલના ચોપાનિયા ચોટાડી બસ સ્ટોપને ગંદૂ કરનારા ત્રણ લોકોને દંડ : રાજકોટ મહાપાલિકા દ્વારા કરાઇ કાર્યવાહી
રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટમાં 72 રૂટ ઉપર 100 સીએનજી તેમજ 1389 ઈલેક્ટ્રિક બસ મળી 238 બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વળી, શહેરમાં અલગ-અલગ સ્થળે બસ રૂટના સમયપત્ર અને બેસવાની સુવિધા મળી રહે તે માટે બસ સ્ટોપ અને પીકઅપ સ્ટોપ બનાવવામાં આવ્યા છે પરંતુ અમુક ધંધાદારીઓ દ્વારા આ બસ-પીકઅપ સ્ટોપને પોતાની મિલકત ગણીને તેના ઉપર પોતાના ધંધાનો `વિકાસ’ કરવા માટે કોઈની પણ પરવાનગી લીધા વગર ચોપાનીયા અને સ્ટીકર લગાડી દેવામાં આવ્યાની ફરિયાદ મળતાં મહાપાલિકા તંત્ર દ્વારા આવા ત્રણ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :દીપિકા પાદુકોણ બની દેશની પ્રથમ ‘મેન્ટલ હેલ્થ એમ્બેસેડર’: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરાઇ નિયુક્તિ
તંત્રની પરવાનગી વગર જ પિન્ટુ અને સિકંદર નામના બે લોન એજન્ટ ઉપરાંત પેરેડાઈઝ હોસ્ટેલ દ્વારા પીકઅપ-બસ સ્ટોપ ઉપર ચોપાનિયા તેમજ સ્ટીકર લગાવી દેવામાં આવતા તેમને 47000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે આવું કારસ્તાન કોણે અને ક્યારે કર્યું તેની કોઈ ભાળ મળતી ન હોય ચોપાનિયા-સ્ટીકરમાં લખેલા નંબરના આધારે તેના માલિકની શોધખોળ શરૂ કરવામાંઆવ્યાનું રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર મનિષ વોરાએ જણાવ્યું હતું.
