દુખાવો કે સોજાની દવા લેનારા સાવધાન…દવામાં ભેળવાય છે ચૂનો! 17 લાખની નકલી દવા જપ્ત, મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી
જો કોઈ વ્યક્તિ સામાન્ય દુખાવાની, હાથે-પગે સોજા ચડી જવાની કે પછી એન્ટીબાયોટીક દવા લેતુ હોય તો તેઓએ થોડું સાવધ થઈ જવાની જરૂર છે કારણ કે રાજકોટની બજારમાં આવી બીમારી માટેની ડુપ્લીકેટ દવાનો જથ્થો છે અને ઘણા મેડીકલ સ્ટોરમાંથી તેનું વેંચાણ થઇ રહ્યુ છે. આ બાબતની ગંધ આવી જતા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ રાજકોટ જ નહી પણ અમદાવાદ, સુરત અને વડોદરાના કેટલાક મેડીકલ સ્ટોરમાં તપાસ કરી હતી અને અંદાજે 17 લાખ રૂપિયાની કિમતની આવી ડુપ્લીકેટ દવાનો જથ્થો પકડી પાડયો હતો

હાલમાં આ દવા વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવી છે અને તેના રીપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વડાં ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યુ હતું કે, અધિકારીઓએ રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરતમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 17 લાખ રૂપિયાની નકલી એલોપેથીક દવા જપ્ત કરી હતી. આ દવાઓના અલગ અલગ ૨૦ નમુના લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ દવાઓ ચોક પાવડર એટલે કે ચુનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી અને બિલ વિના અડધા ભાવે અન્ય રાજ્યોમાંથી રોકડમાં ખરીદવામાં આવી હતી.
આ પણ વાંચો : રશિયામાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ : અનેક દેશોમાં સુનામીની ચેતવણી, લાખો લોકોનું સ્થળાંતર,જાપાનમાં પરમાણુ મથક બંધ
તેમણે કહ્યુ હતું કે, રાજકોટમાં મોટી ટાંચી ચોકમાં આવેલી નિર્મલ એજન્સીમાં જીજ્ઞેશ વઘાસિયાને ત્યાં દરોડો પાડીને ૩૨ સ્ટ્રીપ નકલી દવા કબજે કરવામાં આવી છે. નિર્મલ એજન્સીના માલિક જીજ્ઞેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે તેમણે ચેકથી પેમેન્ટ કરી જીએસટી બિલ સાથે દવાની ખરીદી કરી હતી. અમદાવાદના વટવાની રાજનગર સોસાયટી ખાતે રહેતા અરૂણસિહ અમેરાના રહેઠાણ પર આઈ.બી.ની ટીમે દરોડો પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ દવા અને ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડી પાડયો હતો. તે ઉપરાંત અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ચુનીલાલ પાર્કમાં રહેતા નિલેશ હરિલાલ ઠક્કરને ત્યાંથી 12 લાખની કિમતનો ડુપ્લિકેટ દવાનો જથ્થો પણ પકડાયો હતો. તો બાપુનગરમાં કાન્તા એસ્ટેટમાં પાર્થ જગદીશ જોષીની મે. પારસ કેમિસ્ટમાંથી પણ ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.આ ઉપરાંત વડોદરામાં કિરણ ઠક્કર, સુરતના કતારગામ સ્થિત ગૌરવ પ્રજાપતિ અને અમદાવાદમાં વટવા વિસ્તારમાં અરુણસિહની અમેરાના રહેઠાણ પર આઈ.બી.ની ટીમે દરોડો પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ દવા અને ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડી પાડયો હતો
આ પણ વાંચો : માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો: સાધ્વી પ્રજ્ઞા ઠાકુર -કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર,જાણો શું છે સમગ્ર મામલો
તે ઉપરાંત અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ચુનીલાલ પાર્કમાં રહેતા નિલેશ હરિલાલ ઠક્કરને ત્યાંથી 12 લાખની કિંમતનો ડુપ્લિકેટ દવાનો જથ્થો પણ પકડાયો હતો. તો બાપુનગરમાં કાન્તા એસ્ટેટમાં પાર્થ જગદીશ જોષીની મે. પારસ કેમિસ્ટમાંથી પણ ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.આ ઉપરાંત વડોદરામાં કિરણ ઠક્કર, સુરતના કતારગામ સ્થિત ગૌરવ પ્રજાપતિ અને અમદાવાદમાં વટવા વિસ્તારમાં અરુણસિહની માલિકીના સ્ટોર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને આવી શંકાસ્પદ દવાઓ કબજે કરવામાં આવી હતી. ડો. કોશિયાના જણાવ્યા અનુસાર, વિવિધ કંપનીઓનાં નામે નકલી દવાઓ વેંચવાના કૌભાંડનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. આવી દવાઓને લગભગ ૫૦ ટકાના ભાવે ખરીદીને માર્કેટમાં વેંચવામાં આવતી હતી. લોકોના આરોગ્ય સાથે આ ચેડા છે અને તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી છે.
કેમિસ્ટ એસોસિએશન ખુદ કહે છે… બહારગામથી ડુપ્લિકેટ દવા રાજકોટમાં આવે છે

રાજકોટનાં કેમિસ્ટ એસોસિએશનના હોદેદારોએ આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજકોટ ખાતેના મદદનીશ નિયામકને એક આવેદનપત્ર આપીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે. રાજકોટમાં બહારગામથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ દવા આવી રહી છે અને મોટું ડિસ્કાઉન્ટ આપી રહેલા મેડીકલ સ્ટોર્સમાં તેનું વેંચાણ થતું હોવાની શક્યતા છે. આવી દરેક જગ્યાએ ચેકિંગ હાથ કરવું જોઈએ અને સેમ્પલ લઈને તપાસ કરવી જોઈએ. એસોસિએશને જણાવ્યું છે કે, જે વેપારી જાણીજોઈને ડુપ્લીકેટ દવા વેંચે છે તેને આકરામાં આકરી
સજા થવી જોઈએ. જો આમ કરવામાં આવે તો જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ગુનેગારોને સબક મળશે. વધુમાં એમ પણ જણાવ્યું છે કે, તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજકોટમાંથી ડુપ્લીકેટ દવા પકડી છે અને અખબારી યાદીમાં વિભાગ તરફથી એક જ મેડીકલ સ્ટોરનું નામ મેડીકલ સ્ટોર્સનાં નામ પણ જાહેર કરવા જોઈએ. આપવામાં આવ્યું છે. અમારી પાસે માહિતી છે કે, ડુપ્લીકેટ દવા અંગે ઘણા મેડીકલ સ્ટોર્સમાં તપાસ કરવામાં આવી છે પણ અન્ય કોઈના નામ જાહેર કરવામાં આવ્યા આનાથી. આ આખો મામલો જનઆરોગ્યનો છે તેથી જાહેર હિતમાં આવા મેડીકલ સ્ટોર્સનાં નામ પણ જાહેર કરવા જોઈએ.