રાજકોટના બ્રિજ હોય કે આંગણવાડી, ફાયર સ્ટેશન હોય કે આરોગ્ય કેન્દ્ર બનવામાં વિલંબ નહીં થાય : પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રહેશે બાજનજર
રાજકોટ મહાપાલિકાનો એક પણ એવો પ્રોજેક્ટ નહીં હોય કે જે સમયસર પૂર્ણ થયો હોય. શાસકો હોય કે અધિકારીઓ હોય તેમના દ્વારા પ્રોજેક્ટ પૂર્ણ થવાની જે તારીખ જાહેર કરવામાં આવે છે તેના કરતા બે મહિનાથી લઈ એક વર્ષ સુધી પ્રોજેક્ટનું કામ વિલંબિત થતું હોય લોકોના રોષનો પાર રહેતો નથી. આ સમસ્યાના નિવારણ માટે ટેક્નોસેવી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક નવતર અભિગમ અખત્યાર કરીને મહાપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના કરવામાં આવી છે જે બ્રિજ હોય ખાતમુહૂર્તથી લઈ લોકાર્પણ સુધીની કામગીરીનું દરરોજ મોનિટરિંગ કરશે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ)માં અલગ-અલગ ટેક્નીકલ કામ માટે વિવિધ 35 ફિલ્ડ એન્જિનિયરની ભરતી કરારના આધારે કરવામાં આવશે. શહેરમાં 337 કરોડના ખર્ચે 176 કિલોમીટરના નવા રોડનું નિર્માણ 2025-26ના વર્ષમાં કરવામાં આવનાર છે તો 286 કિલોમીટરના રોડનું રિ-સર્ફેસિંગ કરવામાં આવશે ત્યારે આ કામગીરી વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત થાય તે માટે ફિલ્ડ એન્જિનિયર દ્વારા સતત મોનિટરિંગ કરાશે. જ્યારે કટારિયા ચોકડી ખાતે નિર્માણ પામી રહેલા આઈકોનિક બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તેનું કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આ યુનિટ કામ કરશે.
આ પણ વાંચો :VIDEO : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારકાની મુલાકાતે,ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્નવેન્શનર સેન્ટર, નવા બનનારા બે આરોગ્ય કેન્દ્ર, આઠ આરોગ્ય કેન્દ્રનું મોર્ડનાઈઝેશન, નવા સાત ફાયર સ્ટેશનનું નિર્માણ, 19 નવી આંગણવાડી તેમજ 104 આંગણવાડીનું મોર્ડનાઈઝેશન, લાલપરી લેકફ્રન્ટ ડેવલપમેન્ટ, રેસકોર્સનું રિનોવેશન, માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું રિનોવેશન કરવા સહિતની કામગીરી ઉપર પીએમયુ નજર રાખશે.
આ પણ વાંચો :આને કહેવાય સાચા નગરસેવક! રાજકોટ માટે પાર્કિંગ મફત કરો, જે ખર્ચ થશે એ હું ભોગવીશ : ડૉ.નેહલ શુક્લએ આપી ‘ઓફર’
PMUની કામગીરી શું હશે ?
- દૈનિક મોનિટરિંગ અને સાઈટ વિઝિટ
- ખાતમુહૂર્તથી લઈ લોકાર્પણ સુધી દરેક કામનું સતત ટ્રેકિંગ
- ગુણવત્તા નિયંત્રણ અને ટેક્નીકલ દેખરેખ
- નિર્માણકાર્યમાં કેટલા મજૂર કાર્યરત છે, કેટલો સામાન ઉપયોગમાં લેવાયો છે તેનું અપડેટ
- આધુનિક ટેક્નાલોજીથી સજ્જ `વૉર રૂમ’ પરથી કરાશે કામગીરી
