આ દિવાળીએ ‘બોંબમારો’વધુ થશે! મ્યુઝિક સાથે રોકેટ ફૂટશે,25 કરોડની આતશબાજી, છેલ્લી ઘડી સુધી થશે ફટાકડાની ખરીદી
આ વખતની દિવાળીમાં સૌથી વધુ “બોમ્બમારો”થશે તો ફટાકડા ફૂટતાની સાથે મ્યુઝિક વાગશે.રાજકોટમાં દિવાળી પૂર્વે આતશબાજી શરૂ થઈ ગઈ છે.આ વર્ષે પણ અનેક વેરાયટીઓ આવી છે.ખાસ નોંધનીય એ છે કે,તમામ ફટાકડાનાં બોક્સ પરથી આ વખતે દેવી-દેવતાનાં ફોટા હટાવી લેવાયા છે.

રાજકોટમાં ગત વર્ષ જેવું જ ફટાકડા બજાર હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.જો કે છેલ્લે છેલ્લે ખરીદી વધુ નીકળશે.ફટાકડાનો સીઝનલ વેપાર કરતાં નૈમિશ કારીયાએ કહ્યું હતું કે,બાળકો માટે ફેવરિટ પૉપ..પૉપ…નું સૌથી વધુ વેચાણ થાય છે.તો દરેક ટાઈપમાં ફટકડામાં સૌથી વધુ બૉમ્બનું વેચાણ વધુ છે.
આ પણ વાંચો :રાજકોટના સોની વેપારીએ 52 લાખના ઘરેણા ચોરાયાનું ‘ત્રાગુ રચ્યું’: પોલીસે કર્યો ભાંડાફોડ,વાંચો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો :હવે દેશમાં ડિજિટલ વીજળી બિલ યુગની શરૂઆત થશે: કાગળ પર બિલ આપવાની પધ્ધતિ થશે બંધ
રંગબેરંગી આકાશી ફટાકડાની અનેક નવી વેરાઈટી આવી છે. જેમાં ખાસ કરીને ટ્રમ્પનાં ટેરીફ માટે ટેરીફ બોમ્બ, ઓપરેશન સિંદૂરને લઈને અલગ અલગ ફટાકડા આવ્યા છે.ઓપરેશન સિંદૂરમાં વપરાયેલ ડ્રોન અને એસ 400 અને રાફેલનાં ફટાકડા આવ્યા છે.આ ઉપરાંત પાણીમાં ફૂટી શકે તેવા ફટાકડામાં પણ અનેક વેરાયટી આવી છે.

આ ઉપરાંત મ્યુઝિકલ ભોં ચકરી,ફાઉનટેન્ટન,રોકેટ આ બધા એ ટાઈપનાં ફટાકડા છે જે ધડાકાભેર ફૂટવા પહેલા સુંદર અને કર્ણપ્રિય સંગીત આપશે તેમજ સિગ્નલ ગન જેમાંથી બોલ્સ નીકળશે.200 સેમીની ફુલઝડી ઉપરાંત 50થી વધુ ફટાકડા આવ્યા છે અને આકાશમાં રંગબેરંગી ઝગમગાટ કરતી આતશબાજીમાં અનેકવિધ વેરાયટી આવી છે.એકે 47,ફેન્સી ડ્રોન,સિમ્બા જેવા ફટાકડા પણ આવ્યા છે.રાજકોટમાં એક અંદાજ મુજબ 25 કરોડનાં ફટાકડા દિવાળી દરમિયાન ફોડાય છે.દીપોત્સવી હવે આજથી શરૂ થઈ જાય છે.છેલ્લી ઘડી સુધી ફટાકડાની ખરીદી માટે રાજકોટનાં અલગ અલગ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ પર લોકોની લાઇન જોવા મળશે.
