રાજકોટમાં હોર્સ રાઇડિંગનો રોમાંચ! શનિ અને રવિવારે હાલાર એન્ડયુરન્સનું આયોજન: બોલ એન્ડ બકેટ, હેટરેસ જેવી ગેઇમ્સ રમાશે
રાજકોટ એક વખત ફરી પોતાની ગાઢ અશ્વ પરંપરાને જીવંત કરવાની તૈયારીમાં છે. 10 અને 11 જાન્યુઆરીએ યોજાનાર હાલાર એન્ડયુરન્સ 2026 માત્ર એક રમતોત્સવ નથી, પરંતુ કાઠિયાવાડની અશ્વસંસ્કૃતિ, શિસ્ત અને માનવ-ઘોડા વચ્ચેના વિશ્વાસની એક જીવંત અભિવ્યક્તિ છે.
હાલાર ક્લબ દ્વારા આયોજિત આ એન્ડયુરન્સ રાઈડની પાંચમી આવૃત્તિ પરંપરા અને આધુનિક એન્ડ્ર્યુરન્સ રાઈિંડગના સંતુલનનું પ્રતિબિંબ છે. સમય સાથે આ આયોજન રાજકોટની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, જ્યાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા સવારો, પરિવારજનો અને અશ્વપ્રેમીઓ એકસાથે જોડાય છે.
શનિવાર, 10 જાન્યુઆરીએ કાર્યક્રમની શરૂઆત સવારો દ્વારા ઘોડા સાથે રિપોિંર્ટગથી થશે. ત્યારબાદ નોંધણી અને ફરજિયાત પૂર્વ પશુચિકિત્સા તપાસ યોજાશે, જે આ આયોજનની જવાબદાર અશ્વસંભાળ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બપોરના સમયે એન્ડયુરન્સ માર્ગની મુલાકાત અને સવારો માટે માર્ગદર્શન બેઠક યોજાશે. સાંજ પડતા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવશે, જેમાં બેરલ રેસ, ટેન્ટ પેિંગગ તેમજ જુનિયર વર્ગ માટે બોલ એન્ડ બકેટ અને હેટ રેસ જેવી રમતો યોજાશે. દિવસનું સમાપન પુરસ્કાર વિતરણ અને સહભોજન સાથે થશે, જે કાર્યક્રમને ઉત્સવી અને સૌહાર્દપૂર્ણ માહોલ આપે છે.
રવિવાર, 11 જાન્યુઆરીએ વહેલી સવારથી મુખ્ય એન્ડયુરન્સ રાઈડનો આરંભ થશે. 20 કિ.મી. અને 40 કિ.મી.ની કેટેગરી ધરાવતી આ રાઈડ ઝડપની સ્પર્ધા નહીં પરંતુ સહનશક્તિ, યોગ્ય ગતિ, શિસ્ત અને સવાર તથા ઘોડા વચ્ચેના પરસ્પર વિશ્વાસની કસોટી છે. રાજકોટની આસપાસના કુદરતી અને દૃશ્યમય માર્ગો પર યોજાતી આ રાઈડ દરમિયાન નિયમિત પશુચિકિત્સા તપાસ દ્વારા ઘોડાઓના આરોગ્ય અને સુખાકારીને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. બપોરે ભોજન અને ત્યારબાદ પુરસ્કાર વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થશે.
હાલાર એન્ડ્યુરન્સનું વિશેષ મહત્વ એ છે કે તે આંતરરાષ્ટ્રીય એન્ડયુરન્સ ફોર્મેટનું પાલન કરતા હોવા છતાં દેશી અશ્વ જાતિઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. કાઠિયાવાડી, મારવાડી અને િંસધિ જેવી જાતિઓની સહનશક્તિ, સૌંદર્ય અને મજબૂતીને આ આયોજન એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે.
આ જાન્યુઆરીમાં જ્યારે રાજકોટના માર્ગો પર ફરી એકવાર ખૂરના તાલ ગુંજશે, ત્યારે હાલાર એન્ડયુરન્સ 2026 એ સંદેશ આપશે કે સાચી સહનશક્તિ માત્ર દોડમાં નહીં, પરંતુ દરેક પગલામાં, દરેક સફરમાં અને દરેક જોડાણમાં જીવંત રહે છે. રાજકોટવાસીઓને આ રોમાંચ નિહાળવાહાલાર ક્લબના નિલમબા ઝાલા અને શિવદત્તસિંહ જાડેજાએ આમંત્રણ પાઠવ્યું છે.
