શેરબજારમાં સતત બીજા દિવસે મંદી : રોકાણકારોના ૨.૨૫ લાખ કરોડ સ્વાહા
આજે સેન્સેક્સ 570 પોઈન્ટથી તૂટ્યો,નિફ્ટી પણ ઘટીને 19742.35નાં સ્તર પર બંધ
ભારતીય શેર બજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ટ્રેડિંગનાં છેલ્લાં થોડા દિવસોમાં તેજી જોયા બાદ માર્કેટ છેલ્લાં 2 દિવસથી સતત ડાઉનફોલ થઈ રહી છે. ટ્રેડિંગનાં અંતમાં સેન્સેક્સ 570.60 અંક એટલે કે 0.85%નાં ઘટાડા સાથે 66230.24નાં સ્તર પર બંધ થયું હતું. . જ્યારે નિફ્ટી 159.05 અંક એટલે કે 0.80%નાં ઘટાડા સાથે 19742.35નાં સ્તર પર બંધ થયો હતો.
ખરાબ ગ્લોબલ સંકેતોનાં લીધે સતત ત્રીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થઈ. BSEનાં તમામ સેક્ટર ઈંડેક્સમાં વેંચાણનો માહોલ જોવા મળ્યો જ્યારે મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં દબાણ રહ્યું. તો ઓટો, બેંકિંગ, રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો. ફાર્મા, PSE, એનર્જી ઈંડેક્સ પણ ઘટાડા સાથે બંધ થયાં. મેટલ, FMCG, IT શેરો પર દબાણ રહ્યું હા તું. .
કેનેડા અને ભારતની વચ્ચે તણાવની સ્થિતિની અસર ભારતીય કંપનીઓ પર જોવા મળી રહી છે.
રોકાણકારોને ભારે નુક્સાન
શેરબજારમાં 2 દિવસથી રોકાણકારોનાં પૈસા ડૂબી રહ્યાં છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનાં માર્કેટ કેપ પર ધ્યાન આપીએ તો 2 દિવસ પહેલાં BSE MCap 323.01 લાખ કરોડ રૂપિયા હતું જે બુધવારે ઘટીને 320.51 લાખ કરોડ પર આવી ગયું હતું. ગુરુવારે 570.60 અંક ઘટીને 66230.24 પર સ્થિર થયું જ્યારે નિફ્ટી50 159.05 પોઈન્ટ ઘટીને 19742.35 પર સ્થિર થયું. આ ઘટાડા સાથે રોકાણકારોને આજે 2.25 લાખ કરોડનું નુક્સાન થયું છે. US ફેડનાં નિર્ણયને લીધે આ નુક્સાન થયું હોવાનું અનુમાન છે.