રાજકોટના જૂના એરપોર્ટથી હાલત બદથી બદતર : ઝેરી સાપ, ઉંદર,નોળિયાનો બેફામ ઉપદ્રવ
રાજકોટ શહેરના નવા એરપોર્ટની શરૂઆત પછી શહેરની વચ્ચે આવેલ જુના એરપોર્ટનું સાફ-સફાઈ બાબતે કોઈના દ્વારા ધ્યાન રાખવામાં આવતું નથી. હાલમાં ચોમાસાની ઋતુ અને અવાવરું જમીન હોવાથી એરપોર્ટમાં ગાંડી વેલ અને અન્ય બિનઉપયોગી વન્સ્પતિનું આખુ જંગલ બની ગયું છે અને હવે તે ગાંડી વેલ અમો આસપાસનાં રહેવાસીઓનાં ઘરમાં પણ આવી ગઈ છે. આ ગાંડી વેલ અને વર્ષોથી અવાવરું પડેલી એરપોર્ટની જમીનમાં ઝેરી સાપ, નોળિયા અને મોટા-મોટા ઉંદરોનું નિવાસ સ્થાન બની ગયુ છે અને આવા ઝેરી અને નુકશાન કરતાં જીવ-જંતુઓનો અમો આસપાસના રહેવાસી ભોગ બની રહ્યા છીએ.
આ પણ વાંચો : રાજકોટની બી.એ.ડાંગરની માન્યતા રદ કરવા NSUIનો વિરોધ : કલેકટરને આવેદન આપી મૃતક વિદ્યાર્થીને ન્યાય આપવા માગ
નાના બાળકો શેરીમાં રમતા હોય ત્યારે ઝેરી સાપ તેમને ડંખ મારી લે તેવો ભય સતત વાલીઓને રહે છે અને મોટા-મોટા મરી ગયેલા ઉંદરો જો એરપોર્ટની આવી જગ્યાએ પડયા રહશે અને ચોમાસાના વરસાદમાં પલળી અને કોહવાઈ જાય તો પ્લેગ જેવાં ભયાનક રોગનો ખતરો પણ સતત રહેવાસીઓને રહે છે. આ પ્રશ્ન એરપોર્ટની ફરતે જેટલાં વિસ્તારો છે તે દરેક જગ્યાએ છે. આખા એરપોર્ટની ફરતે ગાંડી વેલ પોતાનો કબજો જમાવી રહી છે અને એરપોર્ટની અવાવરું જમીન પર ઝેરી સાપ અને પ્લેગ જેવો ભયાનક રોગ ફેલાવનાર ઉંદરોનું રાજકોટ શહેરની વચ્ચે અધિકારીઓની બેજવાબદારીના કારણે કાયમી નિવાસ સ્થાન બની રહ્યુ છે.
