રાજકોટમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : લૂંટના ઇરાદે પ્રેમી પંખીડાએ ઢીમ ઢાળી દીધું
રાજકોટ શહેરમાં કોઠારિયા રોડ વિસ્તારની વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર શેરી નં.૩માં એકલા રહેતા ધનાઢ્ય વૃધ્ધ બરકતભાઈ ગુલામહુસેન લાખાણી (ઉ.વ.70)ની તેમના જ ઘરમાં દિનદહાડે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળુ કાપી હત્યા કરીને પહેરેલા સોનાના ઘરેણાની લૂંટ થયાની ઘટનાએ પોલીસ બેડામાં દોડધામ મચાવી હતી ત્યારે આ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી પંખીડાએ લૂંટન ઇરાદે હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. યુવતીએ જાળ બિછાવી પ્રેમી સાથે મળીને સોફ્ટ ટાર્ગેટ સમજીને હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?
પોલીસના સૂત્રોમાંથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ બરકતભાઈને સંતાનમાં બે પુત્ર, એક પુત્રી છે જેમાં એક પુત્રનું તથા પત્નીનું થોડા વર્ષ પહેલાં અવસાન થયેલું. નાનો પુત્ર ઈકબાલ આફ્રિકાના લુમ્બાસામાં રહે છે. પુત્રી સુરત રહે છે. અહીં શ્રીનગર-૩માં રોહિત નામના મકાનમાં બરક્તભાઈ એકલા રહેતા હતા. શરીરે સશક્ત અને સ્વસ્થ હતા. જમવાનું બહારથી ટીફીન આવતું હતું. ઘરકામ તેઓ જાતે જ કરી લેતા હતા. રોજીંદા ક્રમ મુજબ સાંજ બહાર જતા હતા અને સુખમય જીવન વિતાવતા હતા.
ગઈકાલે મોડીસાંજે તેમનો પુત્ર ફોન કરતો હતો. ફોન નો-રિપ્લાય થતાં હોવાથી અન્ય પરિચિત તથા પરિવારજનોને તપાસ કરવા કહ્યું હતું. દૂધસાગર રોડ પર આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા બરકતભાઈના નાના ભાઈ સાક્તભાઈના તવદ્યા પચ્યા પરિવારજનો હોલમાં બરકતભાઈની સોફા પાસે લોહિયાળ હાલતમાં લાશ પડી હતી. બરકતભાઈનું ગળુ વચ્ચેના ભાગેથી કપાયેલું, પેટમાં જમણી સાઈડ તથા વાસામાં ડાબી બાજુ છરી જેવા તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા હોય તેવા ઉંડા નિશાન હતા. હત્યાના બનાવના પગલે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી જાદવ, ભક્તિનગર પીઆઈ એમ.એમ. સરવૈયા તથા ટીમ દોડી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બેબી. બસિયા તથા અન્ય સ્ટાફ પણ તપાસ અર્થે પહોંચ્યો હતો.
વૃધ્ધ સોનાના ઘરેણા પહેરવાના શોખીન
વૃધ્ધ સોનાના ઘરેણા પહેરવાના શોખીન હતા. આઠેય આંગણામાં ભારે વીંટીઓ પહેરતા, હાથમાં લક્કી, ઘડિયાળ પહેરતા હતા જે કિંમતી ઘરેણા ગાયબ હતા જેથી લૂંટના ઈરાદે વૃધ્ધની હત્યા થયાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું. જે રીતે દિનદહાડે બપોરે હત્યા થઈ તેના પરથી વૃધ્ધને નજીકથી ઓળખતા કે જાણભેદુ જ હોવાની આશંકાએ પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. પોલીસ માટે અત્યારે ડિટેક્શનમાં હાથવગુ હથિયાર સીસીટીવી કેમેરાનો સહારો લેવાર્યો હતો. ઉપરાંત વૃધ્ધની આસપાસમાં રહેતા પાડોશીઓ નજીકના પરિચિતોની પૂછતાછ કરાઈ હતી કે વૃધ્ધને કોની સાથે વધુ ઓળખ અથવા તો ઘરે કોઈનો આવરો-જાવરો રહેતો હતો કે કેમ ? જેના પરથી પોલીસને માહિતી મળી હતી કે ક્યારેક ક્યારેક કોઈ પરિચિત આવતા-જતા રહેતા હતા. એ દરમિયાન પોલીસે ઘરથી નજીક ચોકમાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં બપોરે એક્ટિવા પર એક કપલ આવે છે અને એક કલાકથી વધુ સમય ઘરમાં રોકાઈને 4.30 બાદ ઘરમાંથી નીકળે છે.

પેન્ટ, શર્ટ પહેરેલા યુવક અને ડ્રેસ પહેરેલી યુવતી ઘરમાંથી નીકળી એક્ટિવામાં જતા દેખાયા છે. કપલ ઘરમાં ઘૂસી હત્યા કરીને લૂંટ ચલાવ્યાનો પોલીસે અંદાજ લગાવ્યો હતો. એક્ટિવા ક્યા વિસ્તારમાં ક્યાં સુધી ગયું તે એરિયાના આગળના સિસિટીવી કેમેરાઓ ચેક કરતાં કરતાં પોલીસ કપલ સુધી પહોંચી હોવાનું કે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે સીસીટીવીની મદદથી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ભક્તિનગર પીઆઈ સરવૈયા, રાઈટર નિલેશભાઈ મકવાણા તથા સ્ટાફે મૃતકના નાના ભાઈ રજાકભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ સામે હત્યા, લૂંટના આરોપસર ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક બરકતભાઈને ચાર ભાઈ, ત્રણ બહેન મળી આઠ ભાઈ-બહેનમાં બે બહેન અને ત્રણ ભાઈ અવસાન પામ્યા છે. હાલ તેઓ બે ભાઈ અને એક બહેન હયાત હતા જેમાં બરકતભાઈની ગઈકાલે હત્યા થઈ હતી.
આ પણ વાંચો : રાજકોટમાં તોફાની વરસાદમાં લગ્નમંડપ ઊડયો, 7 વૃક્ષ ધરાશાયી : 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા PGVCLના 11 ફીડર બંધ
બપોરે સવા ત્રણેક વાગ્યે યુગલ ઘરમાં આવ્યું અને 4:30 વાગ્યે નીકળી ગયું…
એકલા રહેતા ધનાઢ્ય વૃધ્ધના ઘરમાં ગઈકાલે બપોરે સવા ત્રણ વાગ્યા બાદ પેન્ટ, શર્ટ, પંજાબી ડ્રેસ પહેરેલું એક યુગલ એક્ટિવા પર આવે છે. બપોરે 4.30 વાગ્યાના અરસામાં વૃધ્ધના ઘરમાંથી નીકળે છે. એકાદ કલાક સુધી ઘરમાં રહેલું કપલ બહાર નીકળ્યાના થોડા સમય બાદ વૃધ્ધનો મોબાઈલ ફોન નો-રિપ્લાય થતો હતો. પરિચિત તપાસ કરવા જતાં અંદર વૃધ્ધની લાશ પડી હતી. એકાદ કલાક ઘરમાં રહેલા યુગલે જ હત્યા કરી અને લૂંટ ચલાવી હોવાની પોલીસને કડી મળી હોવાનું જાણવા મળે છે.
વૃધ્ધે ઝપાઝપી કરી હોય તેવા હાથમાં ઉઝરડાના નિશાન
બરકતભાઈ શારીરિક સશક્ત હતા. નજીકના વર્તુળોના કહેવા મુજબ ઉંમર 70 વર્ષની હતી પરંતુ તેમની સ્ટેમીના સારી હતી. ઘરમાં ઘૂસેલા કપલ કે હત્યા કરનાર ઈસમ દ્વારા બરકતભાઈના શરીરના ભાગે ઘા ઝીંકાયા એ સમયે બરકતભાઈએ બચવા પ્રયાસ કર્યો હોય કે ઝપાઝપી કરી હોય તે મુજબ તેમના હાથમાં પણ ઉઝરડાના નિશાનો થયા હતા.
આરોપીએ હત્યા કરી લોહીવાળા હાથ અને કપડાં બાથરૂમમાં સાફ કર્યા
વૃધ્ધની હત્યા નિપજાવી એ સમયે વૃધ્ધે બચવા પ્રયાસ કર્યો હોય તેમજ આરોપીના હાથ શરીરના ભાગે કપડાંમાં લોહી ઉડ્યું હોય તે રીતે હત્યા નિપજાવ્યા બાદ આરોપી દ્વારા વૃધ્ધના જ ઘરના બાથરૂમમાં લોહીના ડાઘ સાફ કરાયાના નિશાનો કે બાથરૂમમાં સાફસફાઈ કરાયાના પુરાવા પણ મળ્યા હોવાનું જાણવા મળે છે.
ટેબલ પર પડેલી રોકડ ન અડયા
ભરબપોરે ઘરમાં ઘૂસેલા હત્યારા વૃધ્ધની કરપીણ હત્યા નિપજાવી તેમણે હાથમાં પહેરેલી વીંટીઓ, ઘડિયાળ, લક્કી લૂંટી લીધા હતા. જયો ત્યાં ટેબલ પર થોડી રકમ પડી હતી તે અડક્યા ન હતા.