મેડિકલ માફિયા બેફામ દર્દીઓને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરી, સ્ટેન્ટ મૂક્યા બાદ બે વ્યક્તિનાં મોત
PMJAY યોજના હેઠળ ગજવા ભરવાની નીતિને લીધે દર્દીઓ હોસ્પિટલમાં પણ સલામત નથી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલાં કાંડની તપાસનો આદેશ
આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા ફ્રી નિદાન કેમ્પ યોજી સાત લોકોને સ્ટેન્ટ બેસાડી દેવાયા વિફરેલા ગ્રામજનોની હોસ્પિટલમાં તોડફોડ
અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કડી તાલુકાના બોરીસણા ગામમાં ૧૦ નવેમ્બરે ફ્રી કેમ્પ યોજી બાદમાં કોઈપણ જાણ વિના ૧૯ વ્યક્તિઓની એન્જિયોગ્રાફી કરી ૭ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. જેમાં હોસ્પિટલની બેદરકારીથી ૨ લોકોના મોત નિપજતા દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરતા સમગ્ર સ્ટેન્ટ કાંડ બહાર આવ્યો છે અને રાજ્યના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપી બેજવાબદાર તબીબો સામે પગલાં ભરવામાં આવશે તેવું જાહેર કર્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ખાતે આવેલ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં નિશુલ્ક નિદાન કેમ્પ યોજ્યા બાદ દર્દીઓને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ ૧૯ લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી ૭ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી તેમાના ૨ દર્દીનાં મોત થઈ ગયાં છે અને ૫ દર્દી હાલ ઈંઈઞમાં દાખલ છે. આ તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ મંગળવારે વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી.
બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોના આ કારનામા મામલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, યુ એન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગના ૮થી ૧૦ ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે. જે ૫ દર્દીઓ ઈંઈઞ અને ૧૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, તેઓની સારવાર અને તપાસ હવે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાત દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. જે દર્દીઓ હાલમાં દાખલ છે, તેઓને રજા આપી દેવામાં આવશે. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો પણ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચ્યા છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો ચેહ સાથે જ ખ્યાતિ હોસ્પિટલને પીએમજેએવાય યોજના હેઠળના પેમેન્ટ અટકાવવા પણ સૂચના પાઇ દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ખ્યાતિ હોસ્પિટલે બિનજરૂરી ઓપરેશન કર્યા : નીતિન પટેલ
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બનાવ બાદ ખ્યાતિ હોસ્પિટલે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરી દર્દીઓને પોતાની બસ મારફતે અમદાવાદ લાવી માં કાર્ડ અને અમૃતમ યોજનાના કાર્ડને આધારે સ્ટેન્ટ મુખ્ય હતા પહેલી નજરે જોતા લાગે છે કે, જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ.
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કરવા કુખ્યાત : શક્તિસિહ ગોહિલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના ૭ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મૃત્યુ થવાની ઘટનામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિહ ગોહિલે એક્સ ઉપર જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાઓમાં કૌભાંડ કરવા કુખ્યાત છે. ૨૦૨૨માં પણ ૩ દર્દીને સ્ટેન્ટ મુકતા એકનું મોત થયું હતું. જો એ સમયે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી હોત અને આ હોસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત તેમ જણાવી કડીના ભોગ બનેલા પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી.
૨૦૨૨માં પણ ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે. અગાઉ ૨૦૨૨માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા જેમાં ત્રણ દર્દીને સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.
બેદરકારી દાખવનાર તબીબોની ધરપકડ થશે: આરોગ્યમંત્રી
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ગણાવી છે. આરોગ્યમંત્રીએ ઘટના અંગે એક્સ ઉપર જણાવ્યું હતું કે, પીએમજેએવાય યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (જઅઋઞ)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.