મૈત્રીની મહેફિલથી જન્મ્યું ઉમાંશ આરોગ્ય પોર્ટલ સારવાર પણ અટકે નહીં અને દાતા પણ છેતરાય નહીં
પૈસાનાં વાંકે કોઈનો જીવનદીપ બુઝાય નહીં તેવી ભાવના સાથે રાજકોટનાં બિઝનેસમેન વિજય ગોધાણી, પ્રોફેસર ચિરાગ
મારડિયા, દીપક વાછાણી, હરેશ પાડલિયા, કેવિન અઘેરા, મિલન ધમસાણિયા, ડેનિશ ભાલોડિયા, સીએ નીલ સૂતરિયા,
ડો. વિશાલ વાછાણી, પરાગ કનેરિયા, વિજય વામજા, દિગીશ કરડાણી, પિન્ટુ વાછાણી, પ્રફુલ સાપરિયાએ શરૂ કર્યું પોર્ટલ
મિત્રો મળે ને મહેફિલ સર્જાય…જ્યારે રાજકોટમાં રહેતાં આ દોસ્તોએ એક સાંજે ગોઠવેલા મૈત્રી મિલનમાં દર્દીઓ માટે એક એવું હેલ્થ પોર્ટલ બનાવી દીધું ને જેમાં રૂપિયા વગર સારવાર અટકે નહિ ને દાન આપનાર દાતાઓ પણ છેતરાય નહિ… આ પોર્ટલ એટલે “ઉમાંશ આરોગ્ય પોર્ટલ.”
આજનાં સમયે બીમાર પડવું એટલે કમનસીબી… સામાન્ય અને મધ્યમ વર્ગની આખી િંજદગીની આખી મૂડી ખર્ચાય જાય છે તો ય પરિવારની વ્યક્તિને બચાવી શકાતી નથી… કારણ માત્ર નાણાં નથી….આ વિચારબીજ આ દોસ્તોનાં દિલમાં આવ્યો ને બિઝનેસમેન વિજય ગોધાણી, પ્રોફેસર ચિરાગ મારડિયા, દિપક વાછાણી, હરેશ પાડલિયા, કેવિન અઘેરા, મિલન ધમસાણિયા, ડેનિશ ભાલોડિયા, સીએ નીલ સૂતરિયા, ડો. વિશાલ વાછાણી, પરાગ કનેરિયા, વિજય વામજા, દિગીશ કરડાણી, પિન્ટુ વાછાણી, પ્રફુલ સાપરિયા એક સાંજે મળ્યા અને આ સાંજ સમાજ ઉપયોગી કાર્ય માટેની સમર્પિત સાંજ બની ગઈ અને જન્મ થયો “ઉમાંશ આરોગ્ય પોર્ટલ”નો આ પોર્ટલ વિશે `વોઈસ ઓફ ડે’ની ખાસ મુલાકાતમાં આ મિત્રોએ કહ્યું કે, ત્રણ મહિનામાં 10 કેસમાં આ પોર્ટલની મદદથી આર્થિક ખર્ચ પૂરો પાડ્યો છે, દાતાઓની સહાયથી 11 લાખ જેવી રકમ એકત્ર થઈ હતી.
કઈ રીતે દર્દી કે સ્વજન આ પોર્ટલ સુધી પહોંચી શકે? જે અંગે માહિતીમાં જણાવ્યું કે, દર્દીની બીમારી અને કઈ હોસ્પિટલમાં સારવાર,અંદાજીત ખર્ચ કેટલો થાય છે, જે સમગ્ર માહિતી અમને મોકલ્યા બાદ અમે આ વિગતો પોર્ટલમાં મૂકી છીએ. હા,એ પહેલાં અમારી એક ટીમ ડોક્ટરને મળી સાચી વાત જાણી, રિપોર્ટ તપાસે છે,તો બીજી પેનલ દર્દીની આર્થિક પરિસ્થિતિ અંગે વિગતો મેળવે છે.તમામ પાસા તપાસી જે તે દર્દીઓનો ડેટા આ સાઇટ પર અપલોડ કરાઈ દાતાઓ સમક્ષ અપીલ કરીએ છીએ. જેના આધારે દાતાઓ પોતાની ક્ષમતા મુજબ અનુદાન નામ સાથે કે ગુપ્ત નામ રાખીને કરે છે. હાલમાં 350થી વધુ દાતાઓ આ પોર્ટલ સાથે જોડાયેલા છે.
દાતાઓ કઈ રીતે સહાય આપે ને અમે આ રૂપિયા હોસ્પિટલ સુધી પહોંચાડીએ છીએ એ અંગે જણાવે છે કે, અપીલ વાયરલ થતા જે સહયોગ આપવા ઇચ્છુકો પોતે દર્દીને જેટલી રકમ આપવા ઇચ્છતા હોય તેટલી રકમ ઓનલાઇન જે મોકલી શકે છે. જે તે દર્દી ને કોના તરફથી સહયોગ મળ્યો છે તે હકીકત પણ પોર્ટલ પર જોઈ શકાય છે અને એટલું જ નહીં પણ દાતાની રકમ જે તે દર્દીને નહીં પણ જે તે હોસ્પિટલને જે અપાય છે. તેની વિગતો પણ પોર્ટલ પર ઉપલબ્ધ થતી રહે છે. પરિણામે ડેટા અને દર્દી વચ્ચે પારદર્શિતાની બુનિયાદ પર અભૂતપૂર્વ વિશ્વાસ અને સામાજિક ભાવનાનો સેતુ નિર્માણ પામે છે. દર્દીના પરિવાર અને દાતાની વચ્ચે આ પારદર્શી પોર્ટલ સેતુ બની રહ્યું છે.
ઓગસ્ટમાં શરૂ થયેલા આ સેવા પોર્ટલને પગલે 10 જેટલા દર્દીઓને સારવાર સહાય મળી છે. દર્દી નારાયણની સેવા યજ્ઞમાં આહુતિ માટે વધુ વિગતો માટે 9925454044 પર સંપર્ક કરી શકશે અથવા વેબસાઇટ http://umansh.org/ s’p Email-umanshfoundation@gmail.com mailto:umanshfoundation@gmail.com> પર થઈ શકશે.
3 મહિનામાં 10 જેટલા દર્દીઓને 11 લાખની સહાય મળી, 100 રૂપિયાથી લઇ યથાશક્તિ મુજબ મદદ કરી શકે છેઃ દર્દીઓ અને દાતા વચ્ચેનો પારદર્શક અને તટસ્થ એવો અનોખો “ડોનેશન બ્રિજ”
એક દિવસમાં મહિલા દર્દીને 1.42 લાખ સારવાર માટે મળ્યો
ફાઉન્ડેશનનાં સભ્યોએ જણાવ્યું કે,એક દિવસમાં મહિલા દર્દીને 1.42 લાખની સહાય દાતાઓએ કરી હતી.ગોપી બેન નામના દર્દીનો ફોટો અને બીમારીની વિગતો અપલોડ કર્યા બાદ 100 રૂ.થી 5000 સુધીની મદદ મળી હતી.અમે 3 પેરામીટર પર કામ કરીએ છીએ, જેમાં ખર્ચ મુજબ રકમ,દર્દીની જે રકમ ઘટે અને જો અમુક કેસમાં વ્યક્તિ મૃત્યુ પામે તો જે રકમ આવી છે તે અમે દાતાઓના લિસ્ટ મુજબ પરત કરીએ છીએ. પોર્ટલમાં એવી સુવિધા અપાઈ છે કે જેમાં જે રકમની જરૂર પુરી થઈ જાય છે ત્યારબાદ ઓટોમેટિક પેશન્ટની વિગતો દૂર થઈ જાય છે.
પોર્ટલ બન્યું પ્રેરક… દર્દીઓ સાજા થયા બાદ દાતા બન્યા
3 મહિનામાં 10 કેસની સક્સેસ સ્ટોરી પોર્ટલ પર જોવા મળશે. આ મિત્રોએ આ સેવા વિનામૂલ્યે શરૂ કરી છે. તમામ સભ્યો વ્યવસાયિક રીતે વ્યસ્ત હોવા છતાં આ પરોપકારી પ્રવૃત્તિ માટે સમય ફાળવે છે. જેની નોંધ હવે લોકો સાથે દર્દીઓના સ્વજન પણ લઈ રહ્યા છે. આ પોર્ટલ થકી બહેન અને ભાણેજને સારવાર મળી ત્યાર બાદ તેના ભાઈ અને મામા પણ અન્ય દર્દીઓની સહાય માટે યથાશક્તિ દાન આપી રહ્યા છે.
