બંને ટીમના ખેલાડીઓ ગુજરાતી નાસ્તાની મોજ માણશે
એવામાં સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે. એટલું જ નહીં તે અટલ બ્રિજની પણ મુલાકાત લઈ શકે છે. આ કારણે કારણે રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ બંને ટીમોના ખેલાડીઓ ગુજરાતી નાસ્તો ખમણ અને ઢોકળાંનો પણ આનંદ માણતા જોવા મળી શકે છે.
ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમદાવાદ પહોંચશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેચ નિહાળવા અમદાવાદમાં આવવાના છે, ત્યારે આ માટે ભારે સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. વડાપ્રધાન 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ તેઓ 20 નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.
આ મેચ રોમાંચક રહેવાનું મુખ્ય કારણ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ફરી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં મહામુકાબલો થશે. અગાઉ બંને દેશો વચ્ચે 2003માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની 125 રને હાર થઈ હતી.