રાજકોટમાં રાત્રે 12ના ટકોરે 2025નું ગ્રાન્ડ વેલકમ થશે: 12 સ્થળોએ થર્ટી ફર્સ્ટની પાર્ટી
હુસન તેરા…તૌબા..,હોતી હૈ ફીલિંગ્સ…ના ગીતો પર આજે યુવાધન ઝૂમશે
અટલ સરોવર,150 ફૂટ રિંગ રોડ,કાલાવડ રોડ પર પાર્ટી પ્લોટ અને હોટેલમાં ડી.જે.વિથ ડિનર સાથે ન્યુ યર સેલિબ્રેશન:સોસાયટીઓ,એપાર્ટમેન્ટમાં પણ ગેટ ટુ ગેધરનાં કાર્યક્રમ:આજે રાત્રે રાજકોટવાસીઓ માટે દિવસ ઉગશે,હેપી ન્યુ યરની શુભેચ્છાઓ વહેશે
આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ….રાજકોટવાસીઓ દર વખતની જેમ ખાટી મીઠી યાદો સાથે વર્ષ 2024ને ગુડ બાય કહી નવા સપનાં અને ખ્વાઈશ સાથે વર્ષ 2025નું ધમાકેદાર વેલકમ કરશે. આજે રાત્રે 12ના ટકોરે “હેપી ન્યુ યર”ની શુભકામનાઓ સાથે ડાન્સ-પાર્ટીની ધમાલ અને આતશબાજી સાથે નવા વર્ષેને ભારે ઉત્સાહ સાથે આવકારશે, આજે રાત્રે જાણે કે સવાર પડી હોય તેમ માહોલ રંગીલા રાજકોટમાં જોવા મળશે.

આજે રાજકોટમાં થર્ટી ફર્સ્ટ માટેના અનેક આયોજનો થયા છે,જેમાં શહેરના કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, જામનગર રોડ પર આવેલા પાર્ટી પ્લોટ માં ડી.જે.નાઈટ અને હોટેલોમાં ન્યુ યર પાર્ટીના કાર્યક્રમો યોજાયા છે જોકે રાજકોટમાં ચાર આયોજનોને મંજૂરી મળી છે. ટીઆરપી કાંડ બાદ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે જેથી કરીને હજુ ચાર જેટલા ખાનગી આયોજનોને મંજૂરી આપવામાં આવી છે બાકીના આયોજનકર્તા મંજૂરી માટે દોડાદોડી કરી રહ્યા છે.
રાજકોટમાં અટલ સરોવર પાસે રોયલ રજવાડી, આઉટ ઓફ ધ બોક્સમાં માસ્ક પાર્ટી રીટ’ઝ ઇવેન્ટ, સેલિબ્રેશન પાર્ટી પ્લોટ માં કેસરિયા ન્યુ યર પાર્ટી, આર્યા ક્લબમાં ન્યુ યર પાર્ટી વિથ ધર્મેશ રાઠોડ,પિયુષ લૌવા,જેનિસા પટેલ,આર.કે.ઇવેન્ટની રોક પાર્ટી વિથ ડી.જે.શ્રીયા, નિરાલી રિસોર્ટમાં ડી.જે. રોનકના સથવારે નોવા ગ્રૂપની પાર્ટી,સિઝન્સ હોટેલમાં આત્મન ગ્રુપ હેલો 2025, કર્ણાવતી પાર્ટી લોન્સમાં મસ્ત ફેમિલી ક્લબ ડીજે નાઈટ, મોમેન્ટસ પાર્ટી પ્લોટ માં આર.આર.ઇવેન્ટની ગ્લો ઇન વિન્ટર વન્ડરલેન્ડ,મોટેલ ધી વિલેજમાં જલસો 2025,સેકન્ડ વાઈફ પાર્ટી લોન્સમાં વેલકમ 2025 બિગ નાઈટ,રેડ એપલ ગાર્ડનમાં ન્યુ યર પાર્ટીનું આયોજન થયું છે.
દરેક તહેવારોની મોજ મસ્તી સાથે ઉજવણી કરતા રાજકોટ માટે આજે રાત્રે સવાર પડશે અને મોડી રાત્રી સુધી ડાન્સ પાર્ટી અને ડિનર સાથે નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરશે. ન્યુ યર પાર્ટીની સાથે સાથે ઘણા લોકો તેમના પરિવારજનો અને ફ્રેન્ડસ સાથે ફાર્મ હાઉસ,હાઇવે પરના ધાબા તો ઘણા ઉત્સવપ્રેમીઓ સોસાયટીમાં ગ્રુપ સાથે નવા વર્ષનું સ્વાગત કરશે. રાજકોટમાં નવા વર્ષ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરનારાઓને ઝડપવા માટે બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ડિટેકશન કીટ સાથે ચેકિંગ કરવામાં આવશે જ્યારે પાર્ટી દરમિયાન યુવતી સુરક્ષા માટે સી ટીમ ઓફડ્રેસમાં પાર્ટીમાં તૈનાત રહેશે.
પુષ્પાનું કિશિક….કિશિક….,જવાનનું તેરા ચલ્યા હૈ જોર..ના ગીતો ધૂમ મચાવશે
આજે રાત્રે નવા વર્ષની પાર્ટીમાં બોલીવુડ અને હોલીવુડના ગીતોનો તડકો લાગશે.જેમાં પુષ્પા 2 નું “હોતી હૈ…ફીલિંગ્સ..કિશિક…કિશિક…”,જવાનનું ચલીયા તેરી ઓર…તેરા ચલ્યા હૈં જોર…ટ્રેન્ડમાં છે.આ ઉપરાંત હુસન તેરા તૌબા..તૌબા….ઇન ટ્રેન્ડ છે.કરણ ઔજલા,દિલજીત દોશાજ,હની સિંગ,બાદશાહ,રફતારના રેપ સોંગ્સ ન્યુ યર પાર્ટીમાં ધૂમ મચાવશે.
રાજકોટમાં ન્યુ યર પાર્ટીના આ જગ્યાએ આયોજન
અટલ સરોવર પાસે રોયલ રજવાડી
આઉટ ઓફ ધ બોક્સમાં માસ્ક પાર્ટી રીટ’ઝ ઇવેન્ટ, સેલિબ્રેશન પાર્ટી પ્લોટ માં કેસરિયા ન્યુ યર પાર્ટી, આર્યા ક્લબમાં ન્યુ યર પાર્ટી વિથ ધર્મેશ રાઠોડ,પિયુષ લૌવા,જેનિસા પટેલ
આર.કે.ઇવેન્ટની રોક પાર્ટી વિથ ડી.જે.શ્રીયા
નિરાલી રિસોર્ટમાં ડી.જે. રોનકના સથવારે નોવા ગ્રૂપની પાર્ટી
સિઝન્સ હોટેલમાં આત્મન ગ્રુપ હેલો 2025, કર્ણાવતી પાર્ટી લોન્સમાં મસ્ત ફેમિલી ક્લબ ડીજે નાઈટ
મોમેન્ટસ પાર્ટી પ્લોટ માં આર.આર.ઇવેન્ટની ગ્લો ઇન વિન્ટર વન્ડરલેન્ડ
મોટેલ ધી વિલેજમાં જલસો 2025
સેકન્ડ વાઈફ પાર્ટી લોન્સમાં વેલકમ 2025 બિગ નાઈટ
રેડ એપલ ગાર્ડનમાં ન્યુ યર પાર્ટી