હોળાષ્ટક પૂરાં મીનારક કમુરતા શરૂ: એક મહિનો હજુ લગ્નનાં ઢોલ ઢબુકશે નહીં
આ વર્ષે હોળાષ્ટક ઉતરતાંની સાથે જ સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થતાંની સાથે કમુરતા શરૂ થઈ જતા 13 એપ્રિલ સુધી શુભ કાર્યોને બ્રેક
હોળી-ધુળેટીનાં પર્વની ઉજવણી સાથે હોળાષ્ટક પૂરાં થઈ ગયાં છે,પણ હજુ સુધી એક મહિનો શુભ કાર્યોને બ્રેક લાગી છે.14 માર્ચથી સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થતાની સાથે આ ગ્રહ 13 એપ્રિલ સુધી આ રાશિમાં રહેશે, સૂર્ય ધન કે મીન રાશિમાં હોય ત્યારે કમુરતા ગણાય છે.
અત્યારે મીન રાશિમાં પ્રવેશ થયો હોવાથી મિનારક કમુરતાં ગણાય છે. આગામી 13 એપ્રિલ સુધી કમુરતા હોવાના લીધે લગ્ન કે અન્ય કોઈ માંગલિક પ્રસંગ યોજવામાં નિષેધ ગણાશે.
14 એપ્રિલને સોમવારથી લગ્ન પ્રસંગની સીઝન ફરીથી શરૂ થશે.
આગામી તારીખ 29 માર્ચે ખગ્રાસ સૂર્યગ્રહણ સાથે મીન રાશિમાં થનાર છ-છ ગ્રહોમાં સૂર્ય,ચંદ્ર,બુધ,શુક્ર,શનિ,અને રાહુ રહેશે.આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ આથી,ધાર્મિક રીતે ભારતમાં પાળવાનું નથી.
એપ્રિલ-મે બે મહિના જ 23 શુભ મુહૂર્ત
એપ્રિલ મહિનામાં લગ્ન માટેનાં 10 મુહૂર્ત છે
14 એપ્રિલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લગ્નની શરણાઈ ગુંજશે
તા.14,16,18,19,20,21,22,25,29,અને 30 એપ્રિલ
મે મહિનામાં 13 જેટલા મુહૂર્ત હોવાથી લગ્નગાળો ધૂમ ખીલશે.