આકાશમાં ઉડાન બાદ હવામાં ઓગળી ગયેલા પ્લેનની દૂર્ઘટનાનો કાળો ઇતિહાસ, જાણો 9 ભીષણ પ્લેન દુર્ઘટના વિશે
જન જાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડ આકાશમાં ઉડતા તુટતાને હવામાં ઓગળી જતા હવાઈ જહાજોને હેલીકોપ્ટરોની અકસ્માતો અંગે સંકલીત માહિતિથી જણાવે છે.
તા.12 જુન 2025 ના રોજ ભારત માંથી લંડન જતું ભારતીય હવાઈ જહાજ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતા જ તુટી પડતા આગમાં હોમાઈ ગયું ને આ અતિ ભયંકર અને દુખદ અકસ્માતમાં 260 વ્યકિતના જીવ ગયા છે જેમાં 181 ભારતીય 60 વિદેશી અને 19 બીન મુસાફરોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ભારે કરી! 6,000 ભાડું કમાવવા જતાં યુવકે 10 લાખની સ્કોર્પિયો ગુમાવવી પડી, વાંચો શું છે સમગ્ર મામલો
સને 1945 -18 ઓગષ્ટે નેતા સુભાષચંદ્ર બાબુ તાઈવાન ખાતે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ. સને 1965 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતા તેમની પત્નિ સાથે કચ્છ થી ખાનગી વિમાનમાં ઉડાન ભરેલ જે પ્લેન પાકીસ્તાનને ફુકી મારેલ.
મુંબઈથી અમદાવાદ આવતું પ્લેન નરોડા ખાતે તુટી પડ્યું
19 ઓકટોબર 1988 માં મુંબઈથી અમદાવાદ આવતું પ્લેન નરોડા ખાતે તુટી પડેલ જેમાં 135 વ્યકિત સવાર હતા તેમાંથી 133 ના મૃત્યુ થયેલ, 12 નવેમ્બર 1996 ચરખી દાદરી પ્લેન ક્રેશ મોટી ઘટના છે જેમાં કુલ ૩૪૯ વ્યકિતએ જીવ ગુમાવેલ. 1990 માં બેગ્લોર ખાતે ઈન્ડીયન એરલાઈન્સનું પ્લેન તુટી પડતા 92 વ્યકિતના જીવ ગયેલ 16 ઓગષ્ટ 1991 ના રોજ ઈમ્ફાલથી પ્લેન ક્રેશ થતા 69 વ્યકિતના જીવ ગયેલ, 22 મે 2010ના રોજ મેગ્લોર પ્લેન ક્રેશમાં 158 જીવ ગયેલ. પટનામાં 22 મે 2010 ના પ્લેન તુટી પડવાથી 151 વ્યકિત ભોગ બનેલ.
ઈન્દીરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું પ્લેન તુટી પડતા મોત
23 જુન 1980 ના રોજ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું દિલ્હી ખાતે પ્લેન તુટી પડતા યુવા આગેવાન સંજય ગાંધીનું અતિ કરૂણ મોત થયેલ. 2001 ઓકટોબરે ગ્વાલીયરના પ્રીન્સ માધવરાય સિધિયાનું મૈનપુરી યુ.પી. ખાતે પ્લેન ક્રેશ થતા દુખદ અવસાન થયેલ છે. આંધ્રના અતિ લોકપ્રિય મુખ્યમંત્રી રાજેશખર રેડ્ડીનું હેલીકોપ્ટર અકસ્માતમાં અવસાન થયેલ.
સર્ને 2002માં તેલુગમ પાર્ટીના નેતાને લોકસભાની સ્પીકર એમ.પી. બાલયોગી ગોદાવરી નજીક 2 હેલીકોપ્ટર ક્રેશ થતા મોતને ભેટેલ 30 એપ્રિલ 2011 ના રોજ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરાજી ખાંડુ પણ હવાઈ અકસ્માતમાં મોત પામેલ. 1977 માં દિલ્હી ખાતે પ્લેન અકસ્માતમાં પોલાદ મંત્રી કુમાર મંગલમનું મોત થયેલ 31 માર્ચ 2004 માં હરીયાણાના પ્રધાન ઓ.પી. જીંદાલ અને પૂવૅમંત્રી સુરેન્દ્રસિહ સરતાનપુર ખાતે હેલીકોપ્ટર તુટી પડતા મોતને ભેટેલ.
હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બીપીન રાવતનું મોત
9 જુન 1994 ના રોજ પંજાબના ગવર્નર સુરેન્દ્રનાથ અને તેમનો પરિવારના નવ સભ્ય સાથે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં પ્લેટ તુટી પડતા મોતને ભેટેલ. 9 ડીસેમ્બર 2021ની હેલીકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત અને તેમના પત્નિ સહિત 11 વ્યકિતએ જીવ ગુમાવેલ. 1966માં ભારતીય વિમાન સ્વીઝરલેન્ડ નજીકની પર્વત માળામાં તુટી પડતા દેશના મહાન અને જાણીતા વિજ્ઞાનીક હોમી ભાભા મોતને ભેટેલ.
જાહેર જીવનના એવા અનેક નશીબદાર નેતાઓ પણ છે જે હવાઈ અકસ્માતમાં આબાદ રીતે બચી ગયેલ 1977માં વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ આસામ ખાતેના પ્લેન ક્રેશમાં હેમખેમ બચી ગયેલ કોગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અહમદ પટેલ અને કેન્દ્રીય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ને કુમારી શૈલજા 2004 ના ગુજરાત ખાતેના હવાઈ અકસ્માતમાં ઉગારી ગયેલ. પ્લેન અને હેલીકોપ્ટર અકસ્માતમાં મુસાફરોની લાશો અને તુટેલા પ્લેન હેલીકોપ્ટરના અવશેષો મળે છે પણ સદીથી હવામાં ઉડેલા એવા અનેક નાના-મોટા હવાઈ જહાજો છે જેનો કોઈ અતો પતો જ મળેલ નથી, અભ્યાસુના મતે આવા 80 વિમાનો છે.