‘શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં બીજા દિવસે પણ બપોર સુધીમાં રાઇડ્સને મંજૂરી ન મળતા માહોલ ફિક્કો
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટમાં યોજાનારા ભાતીગળ સૂર્યનું સિંદૂર લોકમેળાને રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લાના રબારી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયા બાદ પણ બીજા દિવસે માહોલ ફિક્કો જોવા મળ્યો હતો. કારણ કે મેળાના બીજા દિવસે પણ બપોર સુધી એકપણ રાઇડ્સને મંજૂરી ન મળતા લોકો રાઇડ્સની મજાથી વંચિત રહ્યા હતા.
લોકમેળામાં બીજા દિવસે પણ રાઇડ્સને મંજૂરી ન મળી
રાજ્ય સરકારની એસઓપીમા છુટછાટ બાદ પણ રાજકોટનો લોકમેળો પ્રથમ દિવસે રાઈડ્સ વગરનો રહ્યો છે. તંત્રને ઊંધા ચશ્મા પહેરાવી છેલ્લા પંદર દિવસથી ઉઠા ભણાવી રહેલા રાઈડ્સ સંચાલકો છેલ્લી ઘડી સુધી ઇલેક્ટ્રિકલ એનઓસી રજૂ ન કરી શકતા એક પણ રાઈડ્સને મંજૂરી આપવામાં આવી ન હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે મેળામાં આ વર્ષે 10 થી 15 રાઈડ્સ ઇલેક્ટ્રિક પાવર ઉપર ચાલે તેવી છે જેમાંથી એક પણને એનઓસીના કારણે કનેકશન આપવામાં આવ્યા નથી. ત્યારે સાત બીજા દિવસે પણ તંત્ર દ્વારા આ બાબતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ બપોર સુધી રાઇડ્સના સંચાલકો નિયમ અનુસાર કામગીરી કરવામાં સફળ ન રહેતા કોઈપણ રાઇડ્સને લીલીઝંડી મળી ન હતી.
આ પણ વાંચો : હવે ડેમ, નદી, તળાવ કાંઠે સેલ્ફી લેશો કે રીલ બનાવશો તો દંડાશો : રાજકોટ જિલ્લામાં સેલ્ફી-રીલની મનાઈ ફરમાવતા અધિક જિલ્લા કલેકટર
સૂત્રોના જણાવ્યા મુજબ લોકમેળાના 10 થી 15 રાઇડ્સ પાવર ઓપરેટેડ છે જેમાંથી એક પણ રાઈડ્સ સંચાલકે વીજતંત્રના એનઓસી રજૂ ન કરતા માર્ગ અને મકાન વિભાગ પાસે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. બીજી તરફ કેટલાક રાઈડ્સ સંચાલકોએ દાવો કર્યો હતો કે, તમને તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય મંજૂરી મળી ચુકી છે. જો કે, સતાવાર રીતે લોકમેળામાં પ્રથમ દિવસે એકપણ રાઈડ શરૂ થઈ ન હતી. હવે આજે રાઈડ્સને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો રાઈડ્સ વગર ચાલુ થયો છે. આ વર્ષે લોકમેળા સમિતિ દ્વારા નાની, મધ્યમ અને મોટી એમ ત્રણ કેટેગરીમાં અંદાજે ૫૦ જેટલી રાઈડ્સ માટે પ્લોટ ફાળવ્યા હતા. તમામ યાંત્રિક રાઈડ્સને એક પ્લોટમાં એક જ રાઈડ રાખવા મંજૂરી આપવા છતાં બે પ્લોટમાં ત્રણ – ત્રણ રાઈડ્સ લગાવી દેવામાં આવી હતી. એ વિવાદ ન ઉકેલાયો ત્યાં રાઈડ્સ સંચાલકોએ ઇલેક્ટ્રિકલ એનઓસી રજૂ ન કર્યા હોય મેળો ચાલુ થવા છતાં રાઈડ્સ ચાલુ થઈ શકી ન હતી. શોર્યનું સિંદૂર લોકમેળામાં ભલે તંત્ર દ્વારા કોઈપણ રાઇડ્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી તેમ છતાં રંગીલા રાજકોટ વાસીઓ અને સૌરાષ્ટ્રના ૧.૨૫ લાખ લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો.
