દેશના કયા રાજ્યોમાં ભયાનક વરસાદ ? કેટલા મોત થયા ?
- જળતાંડવ: ઉત્તરાખંડમાં પહાડો ધસી ગયા ; રાજસથનમાં 8 ઇંચ વર્ષા
- બિહારમાં વર્ષા સાથે વીજળી પડતાં 9 અને હરિયાણામાં 3 ના મોત : મનાલી -લેહ હાઇ વે અને ઉત્તરાખંડમાં ભુપ્રપાતથી 100 માર્ગો બંધ: રાજસ્થાનમાં સ્કૂલ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
શુક્રવાર અને શનિવારે દેશના કેટલાક રાજ્યોમાં ભરેથી અતિ ભારે વરસાદ પડતાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ખાસ કરીને ઉત્તરાખંડ, રાજસ્થાન અને હરિયાણામાં ખાના ખરાબી જોવામળી હતીઓ. બિહારમાં ભારે વરસાદ સાથે વીજળી પડતાં 9 લોકોના મોત થયા હતા. હરિયાણામાં 3 નામોત થઈ ગયા હતા. ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભુપ્રપાત થતાં 100 માર્ગો બંધ કરી દેવાયા હતા. નદીઓ બે કાંઠે હતી. ઉત્તરાખંડમાં પહાડો ધસી પડ્યા હતા. નેશનલ હૈ વે બંધ કરી દેવાયો હતો.
એ જ રીતે રાજસ્થાનમાં અતિ ભારે વરસાદણે પગલે ટોંક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘરોમાં અને સ્કૂલોમાં પાણી ઘૂસી જતાં તમામ સ્કૂલો બંધ કરાઇ હતી. શાહબાદમ 8 ઇંચ પાણી પડતાં જળ તાંડવ સર્જાયું હતું. નદીઓ ગાંડીતૂર થઈ હતી.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ખોરવાઈ
રામગંગા, કોકિલા અને બહુલાનું જળસ્તર વધી ચૂક્યું છે. બદ્રીનાથ ગંગોત્રી હાઈવે સહિત સમગ્ર રાજ્યમાં લગભગ 100થી વધુ માર્ગો બ્લોક છે. હવામાન વિભાગે સમગ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ જારી કર્યું હતું જેના કારણે સ્કુલ અને ઓફિસ બંધ કરી દેવાઈ હતી. ચારધામ યાત્રાળુઓને જ્યાં છે ત્યાં જ રોકાવાનો આદેશ છે.
મનાલી લેહ હાઈવે બંધ કરવામાં આવ્યો
હિમાચલ પ્રદેશ માટે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ઘટનાઓ થઈ રહી છે. ગત રાત્રે લાહોલ-સ્પીતિમાં મનાલી-લેહ હાઈવે પર જિંગજિંગબારમાં પૂર આવ્યું. હાઈવે પર ઊભેલા ટ્રક અને બાઈક કાટમાળની ચપેટમાં આવી ગયા. કમાંડિંગ ઓફિસર મેજર રવિ શંકરે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પૂર આવવાથી મનાલી-લેહ નેશનલ હાઈવે બંધ કરી દેવાયો છે.
માર્ગો બંધ, ટ્રાન્સફોર્મર ઠપ
શિમલામાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું છે. રસ્તા પર કાટમાળ, પથ્થર અને વૃક્ષ પડેલા છે. 70થી વધુ માર્ગો બ્લોક છે. 200થી વધુ વિજળીના ટ્રાન્સફોર્મર ઠપ છે. પીવાના પાણીની યોજનાઓ કાંપથી ભરેલી છે. હવામાન વિભાગે 6 જિલ્લા મંડી, શિમલા, સિરમોર, કાંગડા, કુલ્લૂ અને કિન્નોરમાં પૂર આવવાની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાથી દૂર રહેવાની સલાહ છે. લાહોલ સ્પીતિ સિવાય અન્ય પ્રદેશમાં વાવાઝોડું આવવાની શક્યતા છે.