કોમ્પ્લિમેન્ટરીનાં નામે કરચોરી…? રાજકોટના પ્રયોશા જવેલર્સ બાદ આર્યા કલબ રડારમાં, SFT રજૂ ન કરતાં આર્યા ક્લબ એન્ડ રિસોર્ટમાં ITની તપાસ
રાજકોટમાં ઇન્ટેલિજન્સ એન્ડ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન (I&CI) િંવગ દ્વારા આવકવેરા કાયદાના અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક જ સપ્તાહમાં બીજી વખત આઈ.ટી. વિભાગની ટીમે રાજકોટમાં એક્શન હાથ ધરી શહેરના જાણીતા આર્યા રિસોર્ટ એન્ડ કલબ ખાતે સર્વે કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ આવકવેરા વિભાગની I&CI ટીમે થોડા દિવસો અગાઉ કોટેચા ચોક વિસ્તારમાં આવેલ પ્રયોશા જવેલર્સ ખાતે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન રોકડ વ્યવહારો અંગે નોટિસ આપવાની સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ હજુ પૂર્ણ થાય તે પહેલાં જ આવકવેરા વિભાગે ફરી એક વખત શહેરમાં કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ ગારડી વિદ્યાપીઠ નજીક આવેલ આર્યા કલબ એન્ડ રિસોર્ટ ખાતે આઈ.ટી. વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો છે. આ સર્વે દરમિયાન કલબના વ્યવસાયિક વ્યવહારો, બિિંલગ સિસ્ટમ, રોકડ લેવડદેવડ તેમજ આવકવેરા નિયમોના પાલન અંગે તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, આ કલબ દ્વારા `કોમ્પ્લિમેન્ટરી’ના નામે કેટલાક બિલો ન બનાવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે કરચોરી થતી હોવાની શક્યતા તપાસ હેઠળ છે.
આ પણ વાંચો :અજીત પવારના જીવનના અંતિમ ક્ષણો…લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ, કો-પાઇલટના છેલ્લા શબ્દો- ઓહ શિટ, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળ્યું
આ ઉપરાંત, રૂ.50,000થી વધુની રકમના કેટલાક બિલ દર્શાવવામાં ન આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સાથે જ રૂ.2 લાખથી વધુની રોકડ લેવડદેવડ બાબતે સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (SFT) આવકવેરા વિભાગને રજૂ ન કરવામાં આવ્યું હોવાની શંકાના આધારે આ સર્વે હાથ ધરવામાં
આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા હાલ દસ્તાવેજોની તપાસ અને સંબંધિત સ્ટાફના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
