ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ટેરીફ ટેરર : 15% લોકોએ સોનુ વેચી “રોકડી”કરી
ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ટેરીફ ટેરરના લીધે જુનુ “સોનુ” વેચીને રોકડી કરી રહ્યા છે. સૌથી વધારે 35% જેટલું આકર્ષક રીટર્ન સોનામાંથી મળ્યું હોવા છતાં ટેરીફ બોમ્બની અસર કિંમતી ધાતુ પર પડી છે. સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા બાદ છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં ઘટાડો આવી જતાં અને પીળી ધાતુ ફરી 56,000 એ આવી જશે એવી અફવા વચ્ચે રોકાણકારો ચિંતામાં આવી વિચાર્યા વગર “જૂનું સોનુ” વેચી રહ્યા છે.
સોનાની કિંમતમાં ઘર આંગણેથી લઈ વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગત શુક્રવારે એક જ દિવસમાં સોનાના ભાવમાં આશરે 3 ટકાનો કડાકો બોલી ગયો હતો. ક્યારેક 1,600 ભાવ ઘટીને 91,000 ની સપાટીએ આવી ગયા હતા. જાણકારોનાં મત મુજબ માર્કેટમાં લિકવીડિટીની અછત અને બીજું મુખ્ય કારણ ક્રિપ્ટો કરન્સીને વેગ આપવાની નીતિને કારણે સોનાના ભાવમાં અનિશ્ચિતતા વર્તાય રહી છે.
જ્યારે સોનુ હંમેશા સદાબહાર રહ્યું છે.સોનાનો ભૂતકાળ પર ભવ્ય જ રહ્યો છે.આટલાં વર્ષોમાં પીળી ધાતુએ આકર્ષક વળતર આપ્યું છે.આથી લોકોએ ગભરાટ રાખ્યા વિના સોનામાં રોકાણ કરી શકે છે પણ અફવાના લીધે ગેરમાર્ગે દોરાઈને સોનું વેચવું એ યોગ્ય નિર્ણય નથી તેમ જવેલર્સ જણાવી રહ્યા છે.
તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ સ્થિતિ ટેરીફનો ટેરર વચ્ચે ગોલ્ડનું કરેક્શન હોવાનું મનાય રહ્યું છે.હાલમાં 26 ટકા ટેરીફને લીધે ગોલ્ડ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને સાવ બ્રેક લાગી ગયો છે.હાલમાં બંને સરકાર વચ્ચે આ વિષય પર મંત્રણા પણ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
બોક્સ…સોનાની સપાટી ફરી ઉંચકાઈ,10 ગ્રામએ 600 નો વધારો
સોના ચાંદીમાં કડાકો આવી જશે એવી અફવા અને અટકળો વચ્ચે સોમવારે સાંજે માર્કેટ બંધ થાય એ પૂર્વે 10 ગ્રામ સોનામાં રૂ.600ના ભાવ સાથે ઉંચકાયું છે.91,650 સોનાનો ભાવ 24 કેરેટનો નોંધાયો હતો.જ્યારે ચાંદીની ચમક પણ આવી હતી અને કિલોએ 2000નો વધારો થયો હતો.