તળાજા : PGVCL કચેરીએ ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ, 200થી વધુ લોકોનુ ટોળુ દોડી ગયુ
ભાવનગરના તળાજામાં પીથલપુર ખાતે પીજીવીસીએલ કચેરીએ ગામ લોકોએ હલ્લાબોલ કર્યો હતો. 200થી વધુ લોકોનુ ટોળુ દોડી ગયુ હતું. તળાજાના પીથલપુર ગામે ૬૬ કેવી ફીડર કચેરી આવેલી છે જેમા આસપાસ ગામડાઓ ના 25 થી વધુ ગામમા પાવર સપ્લાય થાય છે અને પીથલપુર ગામે સતત પાવર સપ્લાય બંધ રહે છે. ત્યારે આ મામલે પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

પીજીવીસીએલ કચેરીએ 200થી વધુ લોકોનુ ટોળુ દોડી ગયુ હતું. ગઈકાલ સાંજે સાત વાગ્યા સુધી પાવર ન હતો તવો ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો. આસપાસના ગામડાઓમાં તો રાત્રીએ પણ પાવર નથી આવતો અને દરરોજ લાઈટ ગૂલ થઈ જાઈ છે. વારંવાર પાવર સપ્લાય બંધ થઈ જાઈ છે અને આખો દિવસમાં માત્ર ત્રણ કલાક જ પાવર આવતો હોવાનો ગામ લોકોએ આક્ષેપ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

વારંવાર રજુઆત કરવા છતા તંત્રની આંખ ન ઉઘડતા આજે ગામના લોકો ભારે અકળાયા હતા અને 200થી વધુ ટોળુ પીથલપુર ગામે આવેલ પીજીવીસીએલ ફીડર કચેરીએ દોડી જઇ ઉગ્ર રજૂઆત કરી હતી. ગામજનોએ આક્ષેપ કર્યો હતો કે આવડી મોટી કચેરીમાં કાયમી હેલ્પર જ નથી અનેક જગ્યા ખાલી છે ઈન્ચાર્જથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે. તાત્કાલિક ઉકેલ નહી આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.