T20 World Cup final: મેદાનમાં ખુલ્લેઆમ હાર્દિક પંડયા-મહીકા શર્મા રોમેન્ટિક થતાં ફેન્સ ભડક્યા,ક્રિકેટર થયો ટ્રોલ
ભારતીય ક્રિકેટ ટીમે આઇસીસી મેન્સ વર્લ્ડકપ-2026જીત્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં રમાયેલા ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને મોટા અંતરથી હરાવી ટ્રોફી પોતાના નામે કરી. આ ભારતનો ત્રીજો ટી-20 વર્લ્ડ કપ ખિતાબ છે. જીત પછી દેશભરમાં આનંદ અને ઉજવણી જોવા મળી. આ વચ્ચે મેદાન પરનો હાર્દિક અને મહીકાની મેન્ટિક ક્ષણ પણ ચર્ચામાં આવી છે જેને લઈને કેટલાક યુઝર્સે આ કપલની ટીકા કરતા તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા મેદાન પર દોડી આવી અને તેમને ગળે મળ્યા. આ દરમિયાન તેમણે સૌની સામે હાર્દિકના ગાલ પર કિસ પણ કરી. પછી બંને હાથમાં હાથ પકડી મેદાનમાં ફરતા જોવા મળ્યા અને જીતની ઉજવણીનો આનંદ માણતા નજરે પડ્યા. પછી માહિકા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હાર્દિકનો ફોટો શેર કરીને લખ્યું-“The Man, The Myth, The Legend” અને સાથે ક્રાઉન તથા ભારતીય ધ્વજના ઇમોજી પણ મૂક્યા.
હાર્દિકનો રોમાંસ
આ દંપતીએ સ્ટેડિયમમાં પોતાની જીતની ઉજવણી કરી. માહિકાએ હાર્દિકને કિસ કરી. આ દંપતી હાથમાં હાથ નાખીને નાચતું જોવા મળ્યું. પણ આ શું છે? સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાની હાજરીમાં, આ દંપતીએ કંઈક એવું કર્યું જેના કારણે તેમને ટ્રોલ કરવામાં આવ્યા. એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે જેમાં હાર્દિક અને મહીકા T20 વર્લ્ડ કપ સ્ટેજ પર સૂઈ રહ્યા છે. આ દંપતીનો રોમાંસ એવોર્ડ માટે બનાવેલા પોડિયમ પરથી જ શરૂ થયો હતો. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.
વાયરલ વીડિયોમાં, દરેક જગ્યાએ વિજયની ઉજવણી થઈ રહી છે. દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે ફોટા પાડી રહી છે. આતશબાજી થઈ રહી છે. પરંતુ હાર્દિક અને નતાશા એકબીજામાં મગ્ન જોવા મળે છે, દરેકની ચિંતાઓને બાજુ પર મૂકી દે છે. તેઓ સ્ટેડિયમ પોડિયમ પર રોમેન્ટિક થતા જોવા મળે છે. હાર્દિક અને નતાશા બંને પોડિયમ પર સૂઈ રહ્યા છે, એકબીજા સાથે ગપસપમાં વ્યસ્ત છે. ક્રિકેટર તેની પ્રેમિકાના પ્રેમમાં ખોવાઈ ગયો છે. આ પછી, તે ઉઠે છે અને વાતોમાં વ્યસ્ત થઈ જાય છે.
આ પણ વાંચો :કર હર મૈદાન ફતેહ…પહેલીવાર ભારતે ન્યુઝીલેન્ડને વર્લ્ડકપમાં હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન બનીને ઘણા ઈતિહાસ બદલાવી નાખ્યા
હાર્દિક પંડ્યા ટ્રોલ થયો
આ દંપતીની આ પ્રેમાળ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરંતુ વીડિયો જોયા પછી, લોકો ગુસ્સે થઈ ગયા છે. યુઝર્સ કહે છે કે કપલે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો જોઈએ. જાહેરમાં આટલું કોઝિ રહેવું યોગ્ય નથી. યુઝર્સે હાર્દિક અને માહિકાના રોમાંસને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. સ્ટેડિયમમાં તેમને હદ પાર કરતા જોઈને એક વ્યક્તિએ લખ્યું, “વિરાટ અને અનુષ્કા સાથે તેમની સરખામણી બિલકુલ ન કરો.” બીજાએ લખ્યું, “ઘરે આ બધું કરો, તમારો પરિવાર મેચ જોઈ રહ્યો છે.”
કોઈએ લખ્યું, “તેમને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. તેઓ જાણે છે કે ઘણા બધા કેમેરા તેમને કેદ કરી રહ્યા છે. તેઓ વધુ પડતી એક્ટિંગ કરી રહ્યા છે.” બીજાએ કહ્યું, “તેઓ વિરાટ અને અનુષ્કા બનવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી શકે છે, પરંતુ તેઓ ક્યારેય બની શકતા નથી.” ઈન્ટરનેટ યુઝર્સે હાર્દિકની વારંવાર પ્રેમમાં પડવા બદલ મજાક પણ ઉડાવી છે.
