દિવાળીથી લગ્નની સિઝન સુધી રાજકોટમાં મીઠાઈની મીઠાશ: 10 કરોડનાં પેંડા,કાજુકતરી ખવાશે, ચોકલેટ ફ્લેવરની મીઠાઈની માંગ વધુ
દિવાળીથી લગ્નની સિઝન સુધી રાજકોટની “મીઠાઈ”ની મીઠાશ રહેશે.આ વર્ષે ધોકો હોવાતો હોવાથી 50 ટકા મીઠાઈ એ દિવસએ વેચાણ થાય છે.દશેરા કરતાં દિવાળીનાં તહેવારમાં સ્વીટ્સનો ઓછો વેપાર થાય છે પણ આ વખતે ઓર્ડરો સારા હોવાથી મીઠાઈનાં વેપારીઓ માટે ચાસણી જેવો વેપાર થયો હોવાનું જાણવા મળે છે.
વિજયાદશમી પર જલેબી અને મિક્સ મીઠાઈનું ચલણ વધુ હોય છે તેમ દિવાળીમાં સૌથી વધુ કાજુ કતરી,પેંડા,એક્ઝોટિકા સ્વીટ્સ વધુ ખવાય છે.તેમ જણાવતાં “યુ ફ્રેશ”નાં કલ્પેશભાઈ ડોબરીયાએ કહ્યું હતું કે,દિવાળીમાં આ વખતે પડતર દિવસે હજુ મીઠાઈની માંગ નીકળશે.મીઠાઈ સાથે હવે નમકીન અને બેકરી આઈટમ જેમ કે કુકીઝ,નાનખટાઈ નાસ્તાની ડિશમાં પીરસતા હોવાથી તેની માંગ પણ રહે છે.ઘરે મહેમાનો માટે યોજાતા કે સ્નેહમિલનનાં જમણવારમાં લિકવિડ જેમ કે સીતાફળ બાસુંદી,રસમાધુરી અને સુકામેવાની મીઠાઈનાં ઓર્ડરો આવે છે.
આ પણ વાંચો : RMCના કર્મીઓને રજા બાદ આવનારા કામગીરીના ‘ભારણ’ની ચિંતા વધુ,રાજકોટની સભામાં ઈટાલિયાએ ઘણું બધું કાચું કાપ્યું! વાંચો કાનાફૂસી
રાજકોટની એસ.એસ.સ્વીટ્સનાં જગદીશભાઈ અકબરી કહે છે કે,કાજુકતરી,પેંડા સાથે ચોકો રોલ,અંજીર રોલ,ગોલ્ડન બોનાનઝા,પિસ્તા આલમન્ડ તેમજ કાજુની મીઠાઈ દિવાળીમાં ઉપડે છે.દેવદિવાળી પછી લગ્નની સિઝન શરૂ થશે એટલે અમારે હવે સિઝન શરૂ થઈ એ કમુરતા અને ત્યારબાદ ફરી જાન્યુઆરીથી માર્ચ સુધી સતત ઓર્ડરો રહે છે.ચાંદીમાં ભાવ આસમાને છે ત્યારે વરખ ની જગ્યાએ અન્ય ડેકોરેટિવ મીઠાઈ બનાવીએ છે.98 ટચ ચાંદીમાં વરખમાં આવે છે.કાજુની મીઠાઈમાં ચાંદીનાં વરખ વપરાય છે.
આ પણ વાંચો : રાજકોટના ભાર્ગવ જાનીએ ‘ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’માં વટ્ટ પાડી દીધો! ગુજરાતના 30 બાળકોના ગ્રુપે ધમાકેદાર તબલા પર્ફોમન્સથી લોકોને કર્યા મંત્રમુગ્ધ
ઠંડીનો ચમકારો શરૂ થતાં હવે ગરમાગરમ હલવો વધુ ખવાશે. હવે રિલ અને યુ ટ્યુબનાં ટ્રેન્ડ વચ્ચે હોમમેકરમાં ઘરે મીઠાઈ બનાવવાનો ટ્રેન્ડ વધી ગયો હોય મગસની લાડુ, ઘૂઘરા,મોહનથાળ,બર્ફી વગેરે ઘરે ઘરે બને છે.રાજકોટમાં દિવાળનાં તહેવાર દરમિયાન 10 કરોડની મીઠાઈને એક અંદાજ મુજબ કાજુ કતરી,પેંડા તો હજારો ટન ખવાઈ જાય છે.
