રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ નવી દિલ્હીના આદેશ મુજબ રાજકોટ, ઉપલેટા અને જેતપુરમાં શિક્ષણ વિભાગનો સર્વે
રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા મદરેસાઓ અપાતા શિક્ષણ વિશે તપાસ શરૂ કરવામાં આવી છે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ નવી દિલ્હીના આદેશ મુજબ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સરકારના આ આદેશ અન્વયે રાજકોટના ગવલીવાડ મસ્જિદમાં ચાલતા મદરેસા સહીત જિલ્લાના ચાર મદરેસામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ નવી દિલ્હીના આદેશ મુજબ રાજકોટ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે,રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ રાણીપાએ જણાવ્યું હતું કે, 6થી 14 વર્ષના બાળકો ધાર્મિક શિક્ષણની સાથે રૂટિન અભ્યાસ પણ કરે છે કે કેમ તે બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં ગવલીવાડ મસ્જિદમાં ચાલતા મદરેસાનો આ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ખાસ કરીને સાંપ્રત સમયમાં બાળકો માટે અભ્યાસ જરૂરી હોય તેઓ ધાર્મિક શિક્ષણની સાથે સાથે રૂટિન શિક્ષણ પણ મેળવે તેવો સરકારનો ઉદેશ્ય હોવાનું જણાવી હાલમાં રાજકોટની એક, ઉપલેટાની 2 અને જેતપુરની એક મદરેસામાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની ટિમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.
અમદાવાદમાં મદારેસાનો સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો
રાજ્યમાં અનેક મદરેસા ચાલે છે જેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં ચાલી રહેલા મદરેસાના સર્વે દરમિયાન મારામારીની ઘટના સામે હતી. મદરેસાનો સર્વે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો હોવાની ઘટના બની હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ વિભાગના આદેશ પ્રમાણે અમદાવાદમાં મદરેસાનો સર્વે ચાલી રહ્યો છે. દરિયાપુર વિસ્તારમાં આવેલા સુલતાન મહોલ્લામાં શિક્ષકો સર્વે કરવા ગયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ અંગે સંદીપ પટેલ નામના આચાર્ય દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
