દીકરીના લગ્નની તારીખે જ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન: જે દિવસે પુત્રીની ડોલી ઉઠવાની હતી તે જ દિવસે પિતાની અર્થી ઉઠી
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ દીકરીના લગ્ન લખવાના હતા તે સમયે તા.1ના રોજ તેમના ઘરે પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાતના કરેલા પ્રયાસમાં જીવનનો જંગ અંતે હારી ગયા છે. ઘટનાની કરૂણતા તો એ છે કે પિતાએ આજે દમ તોડ્યો અને આજે જ લાડકવાયી પુત્રીના લગ્નની તારીખ છે. તુષારભાઈને ગઇકાલે બ્રેી/6) ડેડ જાહેર કરાતા અંગદાન કરાયું હતું પરતું આજે ગુરુવારે તુષારભાઈના હદયના ધબકારા પણ બંધ થઇ ગયા હતા. જેથી માત્ર આંખો જ ડોનેટ થઈ શકી હતી. પરિવારના મોભીની અર્થી ઉઠતાં ઘરમાં આક્રંદ સાથે શોકનો માહોલ છવાયો છે.
તુષાર ઘેલાણીનું બિલ્ડર જગતમાં સારું એવું નામ હતું. તેઓ છેલ્લા ચાર દિવસથી જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા. ‘બ્રેઈન ડેડ’ બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતી.
આ પણ વાંચો :જન આરોગ્ય પર ખતરો: સુરતમાં એક વર્ષમાં 75,356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી નીકળી, ચીઝ, પનીર, માવો સહિતની વસ્તુઓ અખાદ્ય
અચાનક જ તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ આવતા હોસ્પિટલની ટીમ દ્વારા 15 મિનીટ સુધી સીપીઆર આપીને ધબકારા પુર્વવત કરાવવા પ્રયાશો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. શરીરના અંગો ફેઇલ થઈ ગયા હતા. જેથી કિડની લીવર કે હાર્ટનું દાન થઈ શક્યું ન હતું. માત્ર ચક્ષુ દાનનો સ્વીકાર કરાયો હતો. દીકરીના લગ્ન પહેલા આપઘાતનો પ્રયાસ અને બાદમાં અંગદાનના દિવસે નિધન થતાં હાલ પરિવારમાં સન્નાટો છવાઈ ગયો છે.
