મોરબીની આયુષ હોસ્પિટલમાં એડવાન્સ લેપ્રોસ્કોપિકથી પાયલોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન
જિલ્લામાં જટિલ કહી શકાય તેવી સર્જરી કરવામાં આયુષ હોસ્પિટલને મહત્વની ઉપલબ્ધી
મોરબી : મોરબી જેવા નાના સેન્ટરમાં એડવાન્સ લેપ્રોસ્કોપિક સારવાર પદ્ધતિથી સારવાર કરવામાં નથી આવતી ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં એક જટિલ કેસમાં યુરો સર્જન દ્વારા પડખામાં દુઃખાવાના કિસ્સામાં દર્દીને કિડનીમાં સોજો આવી જતા પેલ્વિ-યુરેટીક જંકસન ઓબસ્ટ્રકશનના નિદાન બાદ આ કિસ્સામાં એડવાન્સ લેપ્રોસ્કોપિકથી પાયલોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન કરી મહત્વની ઉપલબ્ધી હાંસલ કરવામાં આવી હતી.
મોરબીના પીપળી ગામના ભૂમિબેન નામના દર્દીને પડખામાં દુખાવો થતો હોય સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ ખાતે યુરો સર્જન ડો.કેયૂર પટેલને બાતવતા અદરડીના કિસ્સામાં રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓને કિડનીમાં સોજો આવી ગયેલ હતો.ત્યાર પછી ડીટીપીએ સ્કૅન દ્વારા કન્ફ્રર્મ કરાયું કે તેમની જમણી કિડનીની નળીમાં બ્લોક છે જેને મેડિકલ ભાષામાં પેલ્વિ-યુરેટીક જંકસન ઓબસ્ટ્રકશન કહેવાય છે. બીજી તરફ આવા કિસ્સામાં મોરબી જેવા સેન્ટરમાં એડવાન્સ લેપ્રોસ્કોપિકથી ઓપરેશન થતા નથી ત્યારે આયુષ હોસ્પિટલ દ્વારા આ જટિલ કેસમાં દર્દીનું સફળતા પૂર્વક લેપ્રોસ્કોપિક ઓપરેશન કરાયું હતું જેથી દર્દીના સગાએ ડોક્ટર તથા તેમની ટીમનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ઓપરેશન 2 પ્રકારથી થતાં હોય છે જેમાં કાપો મૂકીને ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપિક એટલે કે, દૂરબીન કાપો મુક્યા વગર કરવામાં આવે છે. કાપો મૂકીને ઓપરેશન કરવાથી રૂજ આવતા સમય લાગે અને દુખાવો પણ વધારે થતો હોય છે જેથી કામ પર લગતા સમય લાગતો હોય છે. તેમજ લેપ્રોસ્કોપિક થી કાપો મૂકવો પડતો નથી અને દુખાવો પણ ઓછો થાય છે અને વહેલા કામ પર લાગી શકાય છે. આમ, આયુષ હોસ્પિટલના તબીબોએ એડવાન્સ લેપ્રોસ્કોપિકથી પાયલોપ્લાસ્ટીનું જટિલ ઓપરેશન કરી નવી સિદ્ધિ મેળવી છે.