વાવ-થરાદમાં થશે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: જેતપુરમાં જીતુ વાઘાણીના હસ્તે ધ્વજવંદન,જાણો વિવિધ જિલ્લાના ધ્વજવંદન કાર્યક્રમ
આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં દર વર્ષે અલગ-અલગ જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવાની પરંપરા મુજબ આ વર્ષે બનાસકાંઠાના નવા જિલ્લા વાવ-થરાદની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લાનાં મલુપુર ખાતે યોજાનારા મુખ્ય રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

