Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઝડપની મજા, મોતની સજા : ડેન્જર રાજકોટમાં દિલ્હી, મુંબઈ, કલકત્તાથી વધુ અકસ્માત, ગતિ નિયંત્રણ અત્યંત જરૂરી

Sat, April 19 2025

અમદાવાદ, મુંબઈ, દિલ્હી કે અન્ય શહેરોમાંથી રાજકોટની મહેમાનગતિ માણવા આવતા મેહમાનો રાજકોટનો ટ્રાફિક અને વાહન ચાલકોની આડેધડ બેફામપણે વાહન ચલાવવાની ક્ષમતા જોઈ આશ્ચર્યચકિત થવાની સાથે જ રાજકોટમાં વાહન ચલાવવું અમારું કામ નહીં શબ્દો અચૂક બોલે છે ત્યારે બુધવારની ગોઝારી સવારે શહેરના ઈન્દીરા સર્કલ ચોકમાં બેકાબુ સીટી બસ ચાલકે ચાર-ચાર નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લીધા બાદ રાજકોટના ટ્રાફિક અને લોકોની ટ્રાફિક સેન્સ તેમજ રાજકોટની ઉપર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે. આ બધા વચ્ચે જાણીને આશ્ચર્ય થશે કે, દેશના દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા મેટ્રો સીટી કરતા પણ વધુ અકસ્માત રાજકોટમાં થાય છે અને રોડ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં હોવાનું દિલ્હી આઇઆઇટીના 2023ના સર્વેમાં સામે આવ્યું છે.

ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઇન્જરી પ્રિવેન્શન સેન્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી દ્વારા ‘રોડ સેફ્ટી ઇન ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ-2023’ મુજબ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, ગ્રેટર મુંબઈ અને કોલકાતા જેવા ઘણા મોટા શહેરોની તુલનામાં રાજકોટ શહેરમાં પ્રતિ લાખ વસ્તીએ માર્ગ અકસ્માત મૃત્યુ દર વધુ છે. દિલ્હીની વસ્તી ઓછી હોવા છતાં – દસમા ભાગ અને અમદાવાદના એક ચતુર્થાંશ છે. જયારે રાજકોટનો મૃત્યુ દર પ્રતિ લાખ 9.7 છે, જે ગુજરાતના અન્ય શહેરો જેમ કે વડોદરા (7.4), અમદાવાદ (5.5) અને સુરત (5.5) ને પણ પાછળ છોડી દે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 2019 અને 2021ના ડેટા મુજબ તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દસ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા 53 શહેરોના અકસ્માતના આંકડા ધ્યાને લઈ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કુલ 53 શહેરોમાં 13,384મૃત્યુ થયા હતા, જે શહેરી વિસ્તારોમાં માર્ગ મૃત્યુના 29% હતા. દિલ્હીમાં પ્રતિ લાખ વસ્તીએ માર્ગ અકસ્માત મૃત્યુ દર 6.9, હૈદરાબાદ 3.4, ગ્રેટર મુંબઈ 2.4 અને કોલકાતા 1.6 છે. રિપોર્ટ મુજબ, સૌથી વધુ મૃત્યુ દર ધરાવતા પાંચ શહેરોમાં આસનસોલ (22.9), લુધિયાણા (21.4), વિજયવાડા (20.7), અલ્હાબાદ (19.8) અને જયપુર (19.1)નો સમાવેશ થાય છે, જ્યાં સરેરાશ મૃત્યુ દર પ્રતિ લાખ વસ્તીએ 21 છે.
ટ્રાફિક શિક્ષણ અંગેનો ગ્રેજ્યુએશન કોર્સ ફાઇલમાં અટવાયો

માર્ગ અકસ્માત માટે અનેક  પરિબળો કામ કરતા હોય છે ખાસ કરીને ટ્રાફિક સેન્સનો અભાવ, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવી સહિતના અનેક પરિબળો વચ્ચે રાજકોટમાં ભાવિ પેઢીમાં ટ્રાફિક સેન્સ આવે અને ટ્રાફિક અંગે ખાસ શિક્ષણ મળી રહે તે માટે રાજકોટ પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે ટ્રાફિક શિક્ષણને ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં સામેલ કરી શકાય તે માટે એમઓયુ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ પ્રકારનું શિક્ષણ શરૂ થયું નથી.

ઝડપની મજા, મોતની સજા…

આઈઆઈટી દિલ્હીના આ સર્વે રિપોર્ટ મુજબ પ્રતિ કલાક 50 કિમીની ઝડપે દોડતા વાહનથી રાહદારીઓનું મૃત્યુ જોખમ 80% થી વધુ હોય છે. મોટા શહેરોમાં ટ્રાડિક જામને કારણે વાહનોની ઓછી ગતિ હોવાથી મૃત્યુદર ઓછો હોવાનું પણ નોંધવામાં આવ્યું છે. સામાન્યત 30 કિમી પ્રતિ કલાકની ઝડપે રાહદારીઓના મૃત્યુની સંભાવના 10% થી ઓછી હોય છે. જો કે, રાજકોટમાં વર્તમાન સ્થિતિ જોવામાં આવે તો બેકાબુ વાહન ચાલકો પોલીસ કે સીસીટીવી કેમેરાનો દર રાખ્યા વગર પ્રતિ કલાક 50 કિલોમીટરની ઝડપે નહીં અહીં તો શહેરમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાહન હંકારનાર પણ જોવા મળી રહ્યા છે.

વાહનોની સંખ્યામાં વધારો પણ અકસ્માત માટે કારણભૂત

માનવ વસ્તીની જેમજ વાહનોની વસ્તીમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો દર વર્ષે લાખોની સંખ્યામાં વાહનો વધી રહ્યા છે જેની સામે રસ્તાઓની પહોળાઈ વધતી નથી તે સ્વાભાવિક છે, વસ્તી ગણતરીના આંકડા મુજબ વર્ષ 2008 થી 2027ના એક દાયકામાં દેશમાં કાર ધરાવતા પરિવારો તેમજ મોટરસાઈકલ ધરાવતા પરિવારોની ટકાવારી બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે લગભગ દોઢ મિલિયન કાર અને 1 કરોડ મોટરસાઈકલ નોંધાયા હતા. દર વર્ષે કાર ધરાવતા 0.6 ટકા નવા પરિવારો અને 4  ટકા મોટરસાઇકલ ધરાવતા પરિવારો વધી રહ્યા છે.

IIT દિલ્હીની ભલામણ RMCએ અભેરાઇએ ચડાવી

દેશમાં કેન્સર અને હાર્ટ એટેક કરતા પણ રોડ અકસ્માતથી વધુ મૃત્યુ થતા હોવાની બાબત ચિંતાજનક છે છતાં પણ રોડ અકસ્માતનું પ્રમાણ ઓછું કરવા માટે પગલાં લેવામાં આવતા નથી તે નક્કર હકીકત છે. રાજકોટ સહીત દેશના 53 શહેરનો અભ્યાસ બાદ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસરોએ સર્વે અંગે વિસ્તૃત અહેવાલ સુપરત કરી આ ગંભીર બાબતે રાજકોટ મહાનગર પાલિકા અને પોલીસને પણ સર્વેના તારણો અને ભલામણો કરી છે પરંતુ આ સર્વેની ભલામણો અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવી હોય છાસવારે સીટી બસ અકસ્માત જેવા પરિણામ મળતા રહે છે.

Share Article

Other Articles

Previous

સીટી બસની અડફેટે મહિલાનું થયું મોત, 4 મહિના થયા છતાં કોઈ સહાય નહીં

Next

રાજકોટમાં ગંભીર ઘટનાઓ વચ્ચે CP સહિત અર્ધો ડઝન પોલીસ અધિકારીઓ રજા પર : બધા હોદ્દા ચાર્જમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
1 કલાક પહેલા
ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
2 કલાક પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
2 કલાક પહેલા
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2703 Posts

Related Posts

હરિયાણામાં ભાજપનું ઘર રાજીનામાઓના પૂરથી ઘેરાયું; વધુ એક નેતાએ પાર્ટી છોડી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટને આવતીકાલથી ‘જન્માષ્ટમીમય’ બનાવશે મહાપાલિકા
ગુજરાત
1 વર્ષ પહેલા
કચ્છના સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે અકસ્માતની હારમાળા : ટ્રક, ટેમ્પો, બસ સહિત 7 વાહનો અથડાયા,એકનું ઘટનાસ્થળે મોત
ગુજરાત
9 મહિના પહેલા
સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પટકાયા : રોકાણકારોને કરોડોનું નુકસાન
બિઝનેસ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર