રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધીના ખાસ શિક્ષકોની ભરતી કરાશે: સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં પરીક્ષા, 8 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
ગુજરાતમાં ધોરણ 1 થી 8 સુધીનાં વર્ગો માટે ખાસ શિક્ષકોની પરીક્ષા લેવાશે. આ શિક્ષકોની ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5 માટે સ્પેશિયલ ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે સ્પેશ્યલ ટેટ 2ની પરીક્ષા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બાળકોની ભણવાની ઉંમરમાં છૂટછાટ : જુનિયર, સિનિયર કે.જી અને બાલવાટિકા માટે નવા નિયમો લાગુ
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ આ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ધોરણ એક થી પાંચ માં શિક્ષક માટે એમસીક્યુ મુજબ પરીક્ષા લેશે જેમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્ન પૂછવામાં આવશે. આ પ્રશ્નનો જવાબ લખવા માટે શિક્ષકોને 90 મિનિટનો સમય આપવામાં આવશે તમામ વિભાગો માટે એક જ પ્રશ્નપત્ર રહેશે.
આ પણ વાંચો : રાજકોટના ફઈ-ભત્રીજી અપહરણ કેસ : એકલી ‘લાપતા’ થઇ હોત તો ભાઈ પૈસા ન આપત એટલે 6 વર્ષની ભત્રીજીને ‘ઢાલ’ બનાવી !
ધોરણ છ થી આઠની પરીક્ષા વિકલ્પ સ્વરૂપ અને એમસીક્યુ પ્રકારની હશે .જેમાં કસોટીમાં બે પાર્ટ રહેશે અને એક પાર્ટમાં 75 અને બીજા ભાગમાં 75 પ્રશ્ન પૂછવામાં આવશે. તારીખ 8 ઓગસ્ટ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન ઓનલાઇન રજીસ્ટ્રેશન ની કાર્યવાહી હાથ ધરાશે આ પરીક્ષા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લેવાનું રાજ્ય પરીક્ષા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની કાર્યવાહી 8 ઓગસ્ટ થી શરૂ કરવાની રહેશે જે 19 ઓગસ્ટ સુધી ચાલશે.
