સોશિયલ મીડિયાને બના દી જોડી : ફીલિપાઈન્સની યુવતીએ અંકલેશ્વરના યુવક સાથે હિન્દુ રીતરિવાજ મુજબ કર્યા લગ્ન
કહેવાય છે ને કે પ્રેમની કોઈ સીમા નાથી હોતી તમે જેને પ્રેમ કરો છો તેના માટે કઈ પણ કરવા માટે તૈયાર છો. લોકો સાત સમંદર પાર કરીને પણ પોતાનો પ્રેમ મેળવવા પહોંચી જાય છે. પ્રેમને કોઈ પણ જ્ઞાતિ, જાતિ ધર્મ કે સીમાડા નડતાં નથી. આપણે અનેક વખત એવા કિસ્સાઓ સાંભળ્યા હોય છે કે વિદેશની યુવતીએ ગુજરાતના છોકરા સાથે લગ્ન કરીને એકમેકના થયા છે પોતાનો સંસાર માંડ્યો છે ત્યારે આવી વધુ એક ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે જેમાં ફીલિપાઈન્સની યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા માટે સરહદો પાર કરીને ગુજરાત આવી હતી અને બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા
અંકલેશ્વર સંજય નગરમાં રહેતા અને શાકભાજી વિક્રેતા ના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર બે વર્ષ પૂર્વે ફેસબુકમાં સર્કિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઇન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમ માં પરિવર્તિત થઈ ગઈ તેની બંને ને ખબર ન પડી. આખરે બંને એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા.
ભારે જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. ફિલિપાઈન્સમાં યુવતીના માતા-પિતા અને પરિવારે પિન્ટુને અપનાવી લીધો હતો. ત્યા બંનેએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ભારત આવ્યા અને અંકલેશ્વરમાં હિન્દૂ રીતિ રિવાજ મુજબ પરિવારે બન્નેના ધામધૂમથી લગ્ન કર્યા હતા.