તો તથ્ય પટેલને તાત્કાલિક સરેન્ડર કરવું પડશે…જાણો કયા કારણોસર તથ્યને અપાયા 4 દિવસના જામીન
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસનાં આરોપી તથ્ય પટેલનાં ગુજરાત હાઈકોર્ટે ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. માતાના ઓપરેશન માટે તથ્ય પટેલએ ફરી જામીન અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે મંજૂરી આપીને 26 મેનાં સવારે 6 વાગ્યાએ છોડી તારીખ 29 મે ના રાત્રે 9 વાગ્યે સરેન્ડર થવા આદેશ કર્યો છે.
જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે 3 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે. જો તેની માતાનું ઓપરેશન ન થાય તો તાત્કાલિક સરેન્ડર થવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે.આ અગાઉ 7 દિવસનાં હંગામી જામીન મંજુર કર્યા હતા. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવ લોકોને કચડનાર તથ્ય પટેલના ફરી ચાર દિવસના જામીન હાઈકોર્ટએ મંજુર કર્યા છે. આ દરમિયાન તેની સાથે પોલીસ બંદોબસ્તમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેશે જેનો ખર્ચ તથ્ય પટેલ ભોગવશે