…તો રોહિત-કોહલી રાજકોટમાં રમતા જોવા મળશે નહીં! જાણો હવે બન્ને ખેલાડીઓ કઈ ટીમ સામે ક્યારે વન-ડે મેચ રમતા જોવા મળશે?
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય ટીમે નવ વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી (રો-કો) તેના જૂના અંદાજમાં જોવા મેળ્યા હતા અને કાંગારું બોલરોને રીતસરના હંફાવી દીધા હતા. હવે આ બન્ને ફરી ગ્રાઉન્ડ ઉપર 30 નવેમ્બરે જોવા મળી શકે છે. આ શ્રેણી ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે ફોર્મેટમાં રમાશે. ત્યારબાદ 11 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામે વડોદરામાં અને 14 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામે રાજકોટમાં વન-ડે મેચ રમાવાની છે. જો કે કેપ્ટન ગીલે જે પ્રકારે નિવેદન આપ્યું છે તેને જોતાં રોહિત-કોહલી રાજકોટમાં રમતાં જોવા મળે તેવી શક્યતા ઓછી થઈ જાય છે.
ભારત-આફ્રિકા વચ્ચે 14 નવેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. ત્યારબાદ વન-ડે શ્રેણી રમાશે. શુભમન ગીલે કહ્યું કે અત્યાર સુધી આ અંગે રોહિત-કોહલી સાથે કોઈ પ્રકારની વાત થઈ નથી. આફ્રિકા વિરુદ્ધ વન-ડે શ્રેણી 6 ડિસેમ્બરે પૂર્ણ થયા બાદ ન્યુઝીલેન્ડ શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી હોય બન્ને શ્રેણી વચ્ચે મોટો અંતરાલ છે એટલા માટે ત્યાં સુધી અમે જોશું કે આ બન્ને દિગ્ગજોને કેવી રીતે ટચમાં રાખી શકાય. કદાચ એ સમયે જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
| તારીખ | સ્થળ |
| 11 જાન્યુઆરી | વડોદરા |
| 14 જાન્યુઆરી | રાજકોટ |
| 18 જાન્યુઆરી | ઈન્દોર |
ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
| તારીખ | સ્થળ |
| 30 નવેમ્બર | રાંચી |
| 3 નવેમ્બર | રાયપુર |
| 6 ડિસેમ્બર | વિશાખાપટ્ટનમ |
