દિવાળી પહેલા દિલ્હી-અમદાવાદ રૂટ પર સ્લીપર વંદે ભારત ટ્રેન દોડશે : રેલવે દ્વારા જાહેર કરાયા રૂટ
ભારતીય રેલ્વે દિવાળી પહેલા દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આ ટ્રેન સપ્ટેમ્બરના અંતમાં મુસાફરો માટે કાર્યરત થઈ શકે છે. આ ટ્રેન દિલ્હીથી ભોપાલ,અમદાવાદ અને પટણા રૂટ પર દોડશે. રેલવે દ્વારા એમ જણાવાયું છે કે દિલ્હીથી અમદાવાદ રૂટ માટે ઘણા લાંબા સમયથી ડિમાન્ડ રહી છે. આ રૂટ પર પ્રીમિયમ ટ્રેનોની ડિમાન્ડ પણ છે.
હાલની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મુખ્યત્વે દિવસની મુસાફરી માટે ચેર-કાર સુવિધા પ્રદાન કરે છે. પરંતુ નવી સ્લીપર ટ્રેન ખાસ કરીને લાંબી રાત્રિ મુસાફરી માટે બનાવવામાં આવી છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને આરામ સાથે સફર થાય તે માટે આયોજન કરાયું છે.
નવી ટ્રેન પ્રયાગરાજ દ્વારા દિલ્હી અને પટણાને જોડશે. આનાથી મુસાફરીનો સમય ફક્ત 11.5 કલાકનો થશે, જ્યારે પહેલા તેમાં 12-17 કલાક લાગતા હતા. ટ્રેનની મહત્તમ ગતિ 180 કિમી/કલાક હશે, જેના કારણે લાંબા અંતરની મુસાફરી અડધી થઈ જશે. ઉદાહરણ તરીકે, રાજધાની એક્સપ્રેસ આ રૂટ પર લગભગ 23 કલાક લે છે.
આ પહેલ પણ રેલવે દ્વારા એવી જાહેરાત કરાઇ હતી કે વર્ષના અંત સુધીમાં અનેક રૂટ પર સ્લીપર વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે અને તે માટે તૈયારી ચાલી રહી છે. હવે આ માટે તૈયારી પૂરી થઈ ગઈ છે અને સોમવારે આ મુજબની જાહેરાત કરી દેવાઈ હતી .
