7 વાર થપ્પડ, છતાં ફરિયાદ નહીં: અક્ષય ખન્નાની ખામોશીએ લૂંટી લીધી લાઈમલાઈટ
આદિત્યની ફિલ્મ ‘ધુરંધર’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે અને હવે ફિલ્મના એક જબરદસ્ત સીનની બેકસ્ટોરી ચર્ચાનો વિષય બની છે.
અભિનેતા નવીન કૌશિકે ખુલાસો કર્યો છે કે ફિલ્મના એક પાવરફુલ દ્રશ્ય માટે અક્ષય ખન્નાને વાસ્તવમાં 7 વખત થપ્પડ મારવામાં આવી હતી. છતાં અક્ષય ખન્નાએ કોઈ ફરિયાદ ન કરી અને દ્રશ્યને સંપૂર્ણ ઈમાનદારીથી પરફોર્મ કર્યું.
આ સીનમાં સૌમ્યા ટંડન દ્વારા ભજવાયેલું ઉલ્ફતનું પાત્ર, પોતાના દીકરાના મૃત્યુ બાદ ગુસ્સા અને દુઃખમાં પતિ રહેમાન ડાકુ (અક્ષય ખન્ના)ને થપ્પડ મારે છે.
ખાસ વાત એ છે કે આદિત્ય ધર અને અક્ષય ખન્નાએ નક્કી કર્યું હતું કે રહેમાન કોઈ પ્રતિક્રિયા નહીં આપે, થપ્પડને સ્વીકારી લેશે.
આ ભાવનાત્મક નિર્ણયને કારણે જ આ સીન ફિલ્મનો સૌથી શક્તિશાળી અને યાદગાર મોમેન્ટ બની ગયો છે.
