Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સિંગર જિગરદાન ગઢવીએ ગુજરાતી પ્લેબેક સિંગિંગને કહ્યું-અલવિદા…જિગરાએ 10 વર્ષની યાદગાર સફર બાદ નિવૃત્તિ કરી જાહેર

Thu, March 26 2026

હજુ થોડા સમય પહેલા જ અરિજિત સિંહે પ્લેબેક સિંગિગમાંથી નિવૃતિ જાહેર કરી હતી ત્યારે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોતાના ગીતોથી તમામ ગુજ્જુને ડોલાવનાર એવા જીગરદાન ગઢવીએ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃતિ જાહેર કરતાં ફેન્સ ચોંકી ઉઠયા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીતપ્રેમીઓ માટે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ગુજરાતી ગાયક જિગરદાન ગઢવી ઉર્ફે જીગરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેર કર્યું છે કે હવે તેઓ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ અને મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃતિ લઈ રહ્યો છું.

પ્લેબેક સિંગિંગને કહ્યું-રામ-રામ

રામ નવમીના શુભ પ્રસંગે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક સંદેશ શેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે હવે પછી તેઓ ગુજરાતી ફિલ્મો માટેનું પ્લેબેક ગાયન તેમજ ગુજરાતી લેબલ્સ અને યુટ્યુબ ચેનલ્સ સાથેના મ્યુઝિક પ્રોજેક્ટ્સમાં જોડાશે નહીં.

View this post on Instagram

A post shared by Jigardan Ishwardan Gadhavi (@jigrra)



છેલ્લા 10 વર્ષના સફરને ખાસ ગણાવ્યો

 પોતાની પોસ્ટમાં જીગરાએ છેલ્લા 10 વર્ષના સફરને ખાસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેમને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને સહયોગ મળ્યો છે, જેના માટે તેઓ દિલથી આભારી છે.

આ અચાનક નિર્ણયથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકારોમાં ચોંકી ગયા છે. જાણીતા કલાકારો આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસારએ પણ તેમની પોસ્ટ પર પ્રતિભાવ આપ્યો છે. ઘણા ચાહકો આ નિર્ણયથી નિરાશા વ્યક્ત કરી રહ્યા છે અને તેના પાછળનું કારણ જાણવા માંગે છે.

View this post on Instagram

A post shared by Jigardan Ishwardan Gadhavi (@jigrra)

આ પણ વાંચો:2029ની લોકસભાની ચૂંટણી પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો: રાજકોટમાં લોકસભાની બે સીટ થશે

નિવૃત્તિ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી

જોકે નિવૃત્તિ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ થોડા દિવસ પહેલાની તેમની પોસ્ટ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ હવે બોલિવૂડ અને અન્ય ભાષાઓમાં આગળ વધવા ઈચ્છે છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં ગાવા અને સંગીત આપવા માટે તેમને અનેક તકો મળી હતી, પરંતુ લાંબા ગાળાના કરારો અને સર્જનાત્મક સ્વતંત્રતાના અભાવને કારણે તેમણે તે સ્વીકાર્યા નહોતા.

View this post on Instagram

A post shared by Jigardan Ishwardan Gadhavi (@jigrra)



7મા ધોરણથી ગીતો લખવાનું શરૂ કર્યું

તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ હંમેશા પોતાની કલાને સ્વતંત્ર રીતે વ્યક્ત કરવા માંગે છે. બાળપણથી જ સંગીત સાથે જોડાયેલા જીગરાએ 7મા ધોરણથી ગીતો લખવાનું શરૂ કર્યું હતું અને આજે સુધીમાં 3000થી વધુ ગીતો રચી ચૂક્યા છે. તેમના માટે સંગીત માત્ર વ્યવસાય નહીં પરંતુ જીવનનો અભિન્ન ભાગ છે.

જીગરાના લોકપ્રિય ગીતો

જિગરદાન ગઢવીના અનેક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે અને ચાર્ટબસ્ટર સાબિત થયા છે. તેમાંના કેટલાક જાણીતા ગીતો નીચે મુજબ છે:

  • વ્હાલમ આવો ને – ફિલ્મ લવ ની ભવાઈનું આ ગીત તેમની કારકિર્દીનું સૌથી સુપરહિટ ગીત માનવામાં આવે છે.
  • ચાંદ ને કહો – ફિલ્મ ચાલ જીવી લઈએનું આ રોમેન્ટિક ગીત આજે પણ શ્રોતાઓમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
  • મોગલ તારો આશરો – ભક્તિ સંગીતમાં આ ગીતે યુટ્યુબ પર લાખો નહીં પરંતુ મિલિયન્સમાં વ્યૂઝ મેળવ્યા છે.
  • મને કહી દે – ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝનું આ ગીત તેમની મીઠી અવાજમાં ખૂબ જ સરસ રીતે રજૂ થયું છે.

જાણીતા આલ્બમ્સ અને પ્રોજેક્ટ્સ

જીગરા માત્ર ફિલ્મી ગીતો સુધી મર્યાદિત રહ્યા નથી, પરંતુ તેમણે ઘણા સફળ સિંગલ્સ અને આલ્બમ્સ પણ આપ્યા છે:

  • ગોકુળ ની રમઝટ – ગરબા પ્રેમીઓ માટે આ આલ્બમ ખૂબ લોકપ્રિય રહ્યો છે.
  • વૃંદાવન – કૃષ્ણ ભક્તિ અને ગરબાનું સુંદર સંયોજન ધરાવતો આ પ્રોજેક્ટ ખાસ પસંદ થયો હતો.
  • હૂં તારી હીર – આ આલ્બમ પણ સંગીતપ્રેમીઓમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

એવોર્ડ્સ અને સિદ્ધિઓ

તેમની પ્રતિભા માટે તેમને અનેક પુરસ્કારો અને સન્માન મળ્યા છે:

  • GIFA એવોર્ડ – “વ્હાલમ આવો ને” ગીત માટે તેમને બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો.
  • ટ્રાન્સમીડિયા એવોર્ડ – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્તમ યોગદાન બદલ તેમને આ સન્માન મળ્યું હતું.
  • ઓસ્કર શોર્ટલિસ્ટ – ફિલ્મ કામસૂત્ર 3D માટે ગાયેલા તેમના ગીતો 2014માં ઓસ્કર માટે શોર્ટલિસ્ટ થયા હતા.
  • ઈ-ટીવી લોક ગાયક ગુજરાત – માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ આ લોકપ્રિય શોના વિજેતા બન્યા હતા.

આ રીતે, જીગરાએ પોતાના અવાજ અને પ્રતિભા દ્વારા ગુજરાતી સંગીત જગતમાં અનોખું સ્થાન બનાવ્યું છે.

Share Article

Other Articles

Previous

અશાંતધારામાં ફેરફાર: અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે, કલેક્ટરને મિલકતના રક્ષણ માટે અપાઈ ‘સુઓ મોટો’ની સત્તા

Next

2029ની લોકસભાની ચૂંટણી પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો: રાજકોટમાં લોકસભાની બે સીટ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટમાં 22 ડિસેમ્બરે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલો:
13 મિનિટutes પહેલા
ચૂંટણી પહેલાં જ વિકાસની વણઝાર: 28મીએ મુખ્યમંત્રી પટેલ રાજકોટના 632 કરોડના ‘વિકાસ’નું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
32 મિનિટutes પહેલા
રાજકોટ એરપોર્ટ પર 10 રૂપિયામાં ચા અને 20 રૂપિયામાં સમોસાં મળશે: 29મીએ નાગરિક ઉડ્ડયન મંત્રીના હસ્તે ‘ઉડાન કાફે’નું ઉદ્ઘાટન
49 મિનિટutes પહેલા
અશાંતધારામાં ફેરફાર: અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે, કલેક્ટરને મિલકતના રક્ષણ માટે અપાઈ ‘સુઓ મોટો’ની સત્તા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3021 Posts

Related Posts

વ્હાઇટ હાઉસના ભાગને કારણે યમન પરના હુમલા ની વિગતો લીક થઈ ગઈ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
કરો જલસા! મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો :  લાખો કર્મચારીઓને થશે લાભ, જાણો કેટલો પગાર વધશે?
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Pushpa 2 Opening collection : ‘Pushpa 2 ‘એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ : અલ્લુ અર્જુનની ફિલ્મે પહેલા દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ
Entertainment
1 વર્ષ પહેલા
કાશ્મીરમાં મજૂરોની હત્યા અત્યંત કાયરતાપૂર્ણ અને અક્ષમ્ય અપરાધ : કોંઞી નેતા રાહુલ ગાંધીનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર