રાજ્યમાં આ તારીખથી સારા વરસાદના સંકેત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી તા.13 ઓગસ્ટ સુધી સારા વરસાદની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે ત્યારે આગામી 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદના સંકેત ખાનગી હવામાન એજન્સીએ આપ્યા છે. જો કે, બુધવારે રાજ્યમાં વરસાદનું જોર સંપૂર્ણ ઘટ્યું હતું. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં એકથી આઠ મીમી વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં દરરોજ વપરાશે 1000 કિલોવોટ વીજળી : સમિતિએ મેળામાં ઝળહળાટ માટે માંગ્યા 22 કનેક્શન
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ બુધવારે રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં અમરેલીના કુંકાવાવમાં 8મીમી, રાજકોટના ધોરાજીમાં 7 મીમી, જામનગરના ધ્રોલમાં 6 મીમી,જૂનાગઢના વિસાવદરમાં 5 અને જામનગરમાં 4 મીમી વરસાદ ઝાપટાંરૂપે વરસ્યો હતો.સાથે જ જૂનાગઢ, વંથલી, રાજકોટના જેતપુર, લોધીકા, મોરબી, માળીયા મિયાણા, કચ્છના ગાંધીધામ, સુરેન્દ્રનગરના દસાડા, પોરબંદરના રાણાવાવ, કુતિયાણા,તેમજ દ્વારકા અને ખંભાળિયામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલમાં તડાકો બોલ્યો : વધુ 75 ધંધાર્થીઓ મેદાને આવ્યા
નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી તા.13 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ ખાનગી હવામાન એજન્સીઓ દ્વારા આગામી તા.18 ઓગસ્ટ બાદ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
