આજે શીતળા સાતમથી શ્રાવણનાં તહેવારોનો પ્રારંભ : મહિલાઓએ શીતળા માતાજીના મંદિરે શ્રીફળ-ચૂંદડી ચડાવી કરી પૂજા
આજથી સૌરાષ્ટ્રમાં શ્રાવણનાં તહેવારો શરૂ થઈ જશે. આજે રાજકોટ તેમજ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ‘નાની સાતમ’ની ઉજવણી થશે.નાની શીતળા સાતમે અનેક ગામોમાં મેળા ભરાય છે.મહિલાઓ બાળકોનાં સ્વાસ્થ્ય માટે નાની સાતમનું વ્રત રાખી ઠંડું ખાય છે.
આ પણ વાંચો : હવે UPIમાં પેમેન્ટ કોઈ PIN વગર થઇ શકશે : ટૂંક સમયમાં આવશે નવી સીસ્ટમ, ફિંગરપ્રિન્ટથી થશે તમામ ટ્રાન્ઝેક્શન
જેને કારણે તેને ટાઢી સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા ભાગની મહિલાઓ આ શીતળા સાતમનું વ્રત રાખે છે.રાજકોટમાં આવેલ શીતળા માતાજીનાં મંદિરે નાગલાં, ચુંદડી, શ્રીફળ અને ફૂલેરનો પ્રસાદ ચડાવશે.જો કે ગઈ કાલે રસોઈ બનાવી ચૂલાને ઠારવાની વિધિ કરે છે.
આ પણ વાંચો : રાજકોટ શહેરમાં સવારે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે તથા માલવાહક વાહનોને નો એન્ટ્રી : પોલીસ કમિશનરનો આદેશ
સાતમને દિવસે ઠંડું જમે છે
શ્રાવણ માસની સુદ અને વદ બન્નેની સાતમને શીતળા-સાતમ કહેવાય છે. રાંધણ છઠ્ઠના દિવસે બધુ રાંધી લીધા પછી સગડી, ચૂલાની પૂજા કરી સાતમને દિવસે ઠંડું જમે છે. શીતળા સાતમને દિવસે સ્ત્રીઓ સગડી-ચૂલાને ઘરનાં દેવતા માની તેની પૂજા કરે છે. કલમ હોય કે તલવાર, હળ હોય કે ત્રાજવું, સગડી-ચૂલો હોય કે ઝાડુ પ્રત્યેક વસ્તુની પવિત્રતા જાળવવા તેનું પૂજન કરવાથી તેની પવિત્રતા જળવાઇ રહે છે.