ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેની અવાવરું જગ્યામાં કાળજું કંપાવનારી ઘટના : મોઢું છુંદી બાળાની હત્યા
ગુમ થઇ ગયેલી બાળકીની શોધખોળ થઇ રહી હતી ત્યાં જ લાશ મળતાં ખળભળાટ: CCTVમાં હત્યારો કેદ થયો: પોલીસના ધાડેધાડા ઉતર્યા
રાજકોટમા વધુ એક વખત હચમચાવી નાખે તેવી ઘટના બની છે. ભક્તિનગર રેલવે યાર્ડ નજીક લક્ષ્મીનગર શેરી નં.૨/૬માં રહેતા મૂળ ઉતર પ્રદેશના પરપ્રાંતીય પરિવારની ૮ વર્ષની પુત્રી શુક્રવારે સાજે ઘર પાસેથી બે ભાઈઓ સાથે રમતી હતી ત્યારે ભેદી રીતે લાપતા બન્યા બાદ તેની નિવસ્ત્ર હાલતમા માથું છુંદી હત્યા કરેલી લાશ ઘરથી થોડે દૂર રેલવેની અવાવરુ જગ્યા માંથી મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. બનાવ અગે પ્રથમ રેલવે પોલીસને જાણ કરવામા આવ્યા બાદ આ મામલે શહેર પોલીસને પણ જાણ કરવામા આવી હતી. પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૂળ ઉતર પ્રદેશના ઔરોલી જિલ્લાના વતની અને હાલ રાજકોટના લક્ષ્મીનગર શેરી નં.૨/૬માં ભાડાના મકાનમાં રહેતા જગદીશભાઇ રામચંદ્રભાઇ સોનીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જેમા સૌથી મોટો પુત્ર આદર્શ (ઉ.વ.૧૨) તેનાથી નાની દીકરી આકાંક્ષા (ઉ.વ. ૦૮) અને સૌથી નાનો પુત્ર આયુષ (ઉ.વ.૦૭)છે. ગઈ તા.૦૬/૧૦/૨૦૨૩ નારોજ રાત્રીના આઠ-સાડા આઠ વાગ્યા દરમ્યાન ત્રણેય બાળકો ઘરની બહાર અલગ અલગ પોતાની રીતે દરરોજની જેમ રમતા હતા બાદ જમવાનો સમય થયો એટલે મારા બન્ને દીકરાઓ ઘરે આવી ગયેલ પરતુ પુત્રી આકાંક્ષા (ઉ.વ. ૮) ઘરે પરત આવી નહિ જેથી પરિવારના સભ્યોએ ઘરની બહાર પુત્રી આકાંક્ષાને શોધવા માટે નીકળેલ હતો, પરતુ આકાંક્ષા કયાય મળી આવેલ નહી,આકાંક્ષાને કોઇ અજાણ્યો વ્યકિત લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોઈ તેવી શકા વ્યક્ત કરી આ મામલે પોલીસને જાણ કરી હતી.
હિન્દી અને ગુજરાતી બન્ને ભાષા જાણતી આકાંક્ષા ગુમ થઈ ત્યારે તેણે ટી-શર્ટ તથા બરમુંડા જેવુ ક્રેપીપેન્ટ પહેરેલ હતા. આ મામલે માલવિયાનગર પોલીસ હજુ તપાસ કરી રહી હતી ત્યારે જ સવારે રેલવે પોલીસને એક મહિલાએ જાણ કરી કે ભક્તિનગર રેલવે યાર્ડ નજીક અવવારું જગ્યામાં એક બાળકીની નિવસ્ત્ર હાલતમા માથું છુંદેલી હત્યા કરેલી લાશ પડી છે. રેલવેના મહિલા પી. આઈ સેજલ પટેલ સાથે એલસીબીના જયવીરસિહ જાડેજા,રાજભા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
રેલવે પોલીસ આ મામલે તપાસ કરતા આ બાળકી ગુમ થયેલી આકાંક્ષા હોવાનુ ખૂલ્યું હતુ. આ બાબતે રેલવે પોલીસે શહેર પોલીસ ને જાણ કરતા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ ડોગ સ્કોડ અને એફએસએલ અધિકારીઓને પણ ઘટના સ્થળે બોલાવવામા આવ્યા હતા. આકાંક્ષાની તેના ઘરથી થોડે દૂર જ લાશ મળી હોય તેનુ અપહરણ કોઈ જાણ ભેદુ એ કર્યું હોવાની શકા વ્યક્ત કરવામા આવી છે. આકાંક્ષાની નિવસ્ત્ર હાલતમા હત્યા કરેલી લાશ થી રાજકોટમા ચકચાર જાગી છે. પિતા જગદીશભાઈએ પુત્રીની લાશ ઓળખી બતાવી હતી. આ મામલે રેલવે પોલીસ અને શહેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધરે તાપસ કરતા એક શકમંદ બાળકી સાથે દેખાયો હતો હાલ તેના ઉપર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.
બાળકીની માતા સવારથી જ ગૂમ
મૃતક બાળકીની માતા સવારથી જ ગૂમ થઈ ગઈ હોય તેની શોધખોળ શરૂ કરાઈ છે. બાળકીના પિતાની સઘન પૂછપરછ ચાલી રહી હોય મહત્ત્વની કડી મળે તેવી શક્યતા છે. મોડેથી પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી નખાય તેવી સંભાવના પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આરોપી જાણભેદૂ હોવાની આશંકા
જે હાલતમાં લાશ મળી આવી છે તે જોતાં લાગી રહ્યું છે કે ક્રુરતાથી પથ્થરના ઘા મારી બાળકીને મોતને ઘાટ ઉતારાઈ છે ત્યારે આ બનાવને અંજામ જાણભેદૂ દ્વારા જ આપવામાં આવ્યો હોય તેવું બની શકે છે.
પોલીસની ૮ ટીમ કામે લાગી
આરોપીને તાત્કાલિક દબોચવા ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, માલવિયાનગર પોલીસ મથક સહિતના સ્ટાફની અલગ અલગ ૮ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આરોપી પકડાઈ જાય તેવી શક્યતા છે. પોલીસ હાલ દરેક પાસા ચકાસી આગળ વધી રહી છે.
હત્યા કર્યા બાદ હત્યારાએ પથ્થર બાજુના પટમાં ફેંકી દીધો
ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ૮ વર્ષની બાળકીની લાશ મળી આવ્યા બાદ આખરે હત્યા શેનાથી થઈ તેની ખરાઈ કરવા માટે પોલીસે દોડધામ શરૂ કરી હતી. તપાસ કરતાં હત્યામાં વપરાયેલો પથ્થર મળી આવ્યો હતો. જો કે આ પથ્થર જ્યાં હત્યા થઈ તેની બાજું જ એક પટ આવેલો છે ત્યાંથી મળી આવ્યો હતો. એકંદરે હત્યારાએ ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પથ્થરને બાજુમાં ફેંકી દેતાં પોલીસે પાળી ટપીને પથ્થર શોધી કાઢ્યો હતો.
બાળકીના કપડાં શા માટે કાઢી નાખ્યા? અજુગતું થયું હશે?
પોલીસે જ્યારે બાળકીની લાશ મળી આવી ત્યારે તેના ઉપર કપડાં ન હોવાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે બાળકીના કપડાં શા માટે કાઢી નાખવામાં આવ્યા હશે ? શું તેની સાથે કોઈ પ્રકારનું અજુગતું કૃત્ય થયું હશે ? આ સહિતના પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે પોલીસે અત્યારે આ વિશે સત્તાવાર કશું નિવેદન આપ્યું નથી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા બાદ આ મુદ્દે પરદો ઉંચકાઈ શકે છે.
CCTV ફૂટેજમાં મજૂર જેવો શખ્સ દેખાયો
પોલીસે હત્યા સ્થળ આસપાસના સીસીટીવી ચેક કરતાં તેમાં મજૂર જેવો શખ્સ જોવા મળ્યો હતો ત્યારે આ જ શખ્સે હત્યાને અંજામ આપ્યો છે કે પછી કોઈ બીજું છે તેના નિષ્કર્ષ સુધી પહોંચવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધું છે અને ટૂંક સમયમાં જ આ બનાવ પરથી ભેદ ઉકેલાય જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
ટૂંકા ગાળામાં હત્યાની બીજી ઘટના: પોલીસની સાંખ પર સવાલ!
રાજકોટમાં થોડા સમય પહેલાં જ આજીડેમ વિસ્તારમાંથી સગીરાની દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાયેલી લાશની ચોંકાવનારી ઘટના બની હતી ત્યારે હવે ભક્તિનગર વિસ્તારમાંથી ગુમ થયેલી ૮ વર્ષની બાળકીની નિર્વસ્ત્ર લાશ મળી આવતાં રાજકોટ પોલીસની સાખ ઉપર જ સવાલ ઉભો થઈ ગયો છે.
જ્યાંથી લાશ મળી તે જગ્યા એકદમ અવાવરું, આરોપીએ અગાઉ રેકી કરી હોઈ શકે
પોલીસની પ્રારંભીક તપાસમાં એવી વિગતો પણ જાણવા મળી છે કે જ્યાંથી આઠ વર્ષની બાળકીની લાશ મળી આવી છે તે ભક્તિનગર સ્ટેશનનો પ્લોટ એકદમ અવાવરું છે અને અહીં લોકોની બિલકુલ અવર-જવર નથી ત્યારે આરોપીએ અગાઉ રેકી કર્યા બાદ જ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય તેવું બની શકે છે.