શિવભક્તોને થશે ફાયદો: મહાશિવરાત્રિ મેળામાં ગિરનાર રોપ- વેની ટિકિટના ભાવમાં ઘટાડો, જાણો કેટલા દિવસ મળશે આ લાભ
જૂનાગઢમાં યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળા ગિરનાર રોપ વેના ટીકીટના દર ઘટાડવામાં આવ્યા છે. 630 રુપિયામાં ગીરનાર યાત્રા થઇ શકશે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ, મેળા દરમિયાન યાત્રિકોને રોપ-વેની ટિકિટના દર ઘટાડીને 630 રૂપિયાના કરાયા છે. ગિરનારની યાત્રા કરી શકશે.
શિવરાત્રી મેળાને ધ્યાને રાખીને બે દિવસ બાદ તા.11 થી 15 સુધી પાચ દિવસ દરરોજ સવારે 07:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. સાંજે 04:00 વાગ્યા પછી માત્ર એક તરફની ટિકિટ જ આપવામાં આવશે. મહત્તમ ભક્તો ગિરનારની ટોચે બિરાજતા દત્તાત્રેય દર્શન કરી શકે તે હેતુથી ભાવમાં ઘટાડો કરાયો છે.
અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. 699 હતો, તે હવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂ. 630માં ઉપલબ્ધ થશે. આ રાહત દરને કારણે 11થી 15 ફેબ્રુઆરી સુધી સામાન્ય શ્રદ્ધાળુઓના ખિસ્સા પરનો બોજ ઘટશે.
11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહાશિવરાત્રીનો મેળો
આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
શાહી સ્નાન સમયે મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
