શૌર્યનું સિંદૂર લોકમેળો ! રાજકોટના લોકમેળાન નામ ફાઇનલ, જાણો 2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ વિશે
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળામા શીર્ષક માટે 3000થી વધુ એન્ટ્રી આવ્યા બાદ 100 જેટલા નામ આખરી પસંદગી માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા જેમાંથી ઓપરેશન સિદૂર અને ઓપરેશન મહાદેવ બાદ વિજ્યોત્સવ જેવા માહોલમાં રાજકોટ ખાતે યોજાનાર લોકમેળાનું નામ ‘શૌર્યનું સિંદૂર લોકમેળો 2025 રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં ડ્રોન અને AIથી ક્રાઉડ કંટ્રોલ થશે : અઘોરી ગ્રુપ,રાજભા ગઢવી સહિતના કલાકારો કરશે જમાવટ,15 લાખની જનમેદની ઉમટશે
દર વર્ષે શહેરના રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે મેળાને વિશેષ નામ આપવામાં આવે છે જે અન્વયે આ વર્ષે પણ લોકમેળાને શીર્ષક આપવા માટે એન્ટ્રી મંગવવામાં આવતા 3000થી વધુ એન્ટ્રી આવ્યા બાદ શુક્રવારે સાંજે લોકમેળા સમિતિ દ્વારા આ વર્ષે લોકમેળાને શૌર્યનું સિદૂર લોકમેળો નામ આપવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : તું ભૂલો તો પડ મારા…રાજકોટના લોકમેળામાં અઘોરી ગ્રુપ સૌરાષ્ટ્રવાસીઓને ડોલાવશે, ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થા
નોંધનીય છે કે, પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનમાં ઘુસી ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે અને ભારતીય સૈન્યની કાર્યવાહી ઉપર દેશવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે ત્યારે લોકમેળાને પણ શૌર્યનું સિંદૂર લોકમેળો નામકરણ કરી તંત્ર દ્વારા ભારતીય સૈન્યની કાર્યવાહીને બિરદાવવામાં આવી છે.
2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ
| વર્ષ | લોકમેળાનુ નામ |
| 2007 | રંગીલો લોકમેળો |
| 2008 | રમઝટ લોકમેળો |
| 2009 | નવરંગ લોકમેળો |
| 2010 | સ્વર્ણિમ લોકમેળો |
| 2011 | સાંસ્કૃતિક લોકમેળો |
| 2012 | વિવેકાનંદ લોકમેળો |
| 2013 | સાંસ્કૃતિક લોકમેળો |
| 2014 | જમાવટ લોકમેળો |
| 2015 | ગોરસ લોકમેળો |
| 2016 | મારો રંગીલો મેળો |
| 2017 | વાયબ્રન્ટ લોકમેળો |
| 2018 | ગોરસ લોકમેળો |
| 2019 | મલ્હાર લોકમેળો |
| 2022 | આઝાદીનો અમૃત લોકમેળો |
| 2023 | રસરંગ લોકમેળો |
| 2024 | ધરોહર લોકમેળો |
