Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારીના જુઓ આકાશી દ્રશ્યો: ભારે હૈયે ઘર છોડવા લોકો મજબૂર, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં

Sat, February 21 2026

રાજકોટના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણના થાય છે તે જંગલેશ્વરમાં સોમવારથી મહાપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવનાર છે. જો કે તે પહેલાં અસરગ્રસ્તો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવી ડિમોલિશનની કાર્યવાહી સામે સ્ટે મેળવવા માટે દાદ માંગવામાં આવી હતી પરંતુ શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા સ્ટે આપવામાં ન આવતા હવે તંત્ર દ્વારા સોમવારથી આજી નદીના પટ્ટામાં 992 અને 40 મીટરના ટાઉન પ્લાનિંગ રોડ ઉપર ઉભા થયેલા 497 મળી કુલ 1489 મકાન, દુકાન, નાના-મોટા ઓટા સહિતના દબાણો ઉપર બૂલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવશે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે આજે 21 ફેબ્રુઆરી, શનિવારના રોજ ભક્તિનગર સર્કલ પાસેની શેઠ હાઈસ્કૂલમાં કોર્પોરેશનના 1200 અને પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારીઓ-કર્મચારીઓનો જંગી કાફલો એકત્ર થયો છે.

અનેક લોકોએ સહકાર આપી મકાન ખાલી કર્યા

મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ સહિતની ટીમો દ્વારા સવારથી સાંજ સુધી જંગલેશ્વરની 78 જેટલી સોસાયટીઓ અને ગલીઓમાં 7 અલગ-અલગ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરીને દબાણકારોને સ્વેચ્છાએ ઘર ખાલી કરવા સમજાવવામાં આવી રહ્યા છે. આ મેગા ડિમોલિશન ઓપરેશન પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાએ લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ લોકો તંત્રની કામગીરીમાં સહકાર આપી રહ્યા છે અને સ્વેચ્છાએ મકાન ખાલી કરી રહ્યા છે તો લોકો જાતે જ મકાન પણ તોડી રહ્યા છે.



700 થી 800 મેન પાવર તેમજ પોલીસ સાથે દબાણો દૂર કરાશે: મ્યુ.કમિશનર

દબાણ હટાવવાની કામગીરી મામલે RMC કમિશનર તુષાર સુમરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 23મી ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર વિસ્તારમાં નદી પટ્ટ ના તેમજ ટીપી રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે આ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 700 થી 800 મેન પાવર તેમજ પોલીસ સાથે દબાણો દૂર કરાશે. હાલ જે લોકો પોતાના મકાન તોડી રહ્યા છે તેમજ ખાલી કરી રહ્યા છે તે માટે ટ્રેક્ટર સહિતના સાધનો આપી રહ્યા છે જેથી સામાન શિફ્ટ થઈ શકે અને વિસ્તાર ખાલી કરાવી શકાય. ઘણા લોકો સહકાર આપી મકાન ખાલી કરી રહ્યા છે. ડિમોલિશન સ્થળે કંટ્રોલ પણ ત્યાં જ બનાવવામાં આવ્યો છે. આ કામગીરીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસ કાફલો જોડાયો છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

27 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે

બીજી બાજુ કલેક્ટર તંત્ર જંગલેશ્વરમાં જ્યાં ડિમોલિશન કરવાનું છે તે ફાઈનલ પ્લોટમાં વસતાં લોકોને વૈકલ્પિક આવાસ અથવા પુન:વસન કરાવવાની માંગ અંગે હાઈકોર્ટમાં આગામી 27 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન ઉપર કોઈ પ્રકારની રોક લગાવવામાં ન આવતાં મહાપાલિકાએ પણ રાજકોટના ઈતિહાસમાં થનારા સૌથી મોટા ડિમોલિશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તંત્ર દ્વારા દબાણકર્તાઓને સમયાંતરે લેખિત નોટિસ આપી ડિમોલિશન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે પોતાની રીતે જ દબાણો દૂર કરવા માટે પણ પૂરતો સમય આપવામાં આવ્યો હતો. માર્ગરેખા તેમજ નદી પટ્ટાની હદ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવા છતાં અમુક સ્થળે ગેરકાયદેસર દબાણ યથાવત હોવાથી હવે તંત્ર તેને તોડવાનું શરૂ કરશે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

મહાપાલિકા દ્વારા 19-2-2026થી અલગ-અલગ ટીમ બનાવી જ્યાં ડિમોલિશન થવાનું છે ત્યાં લોકોને દબાણ દૂર કરવા કહેવામાં આવી રહ્યું છે. એકંદરે તંત્ર દ્વારા અલગ-અલગ સાત ઝોનમાં 1130થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ડિમોલિશન દરમિયાન સ્થળ ઉપર વિશેષ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવશે. બીજી બાજુ હાઈકોર્ટ તરફથી કોઈ જ `રાહત’ ન મળતાં અનેક દબાણકર્તાઓએ જાતે જ મકાન સહિતના દબાણ ખાલી કરવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ડિમોલિશન કરવા માટે તંત્રની તૈયારી

બૂલડોઝર આડા સૂઈ જવું કે બીજા કોઈ છમકલા કરનારની ખેર નથી: પોલીસની ખાસ તૈયારી

સ્વાભાવિક પણે કોઈનું ઘર તૂટતું હોય તો રોષ થાય જ, આવું જ કંઈક ડિમોલિશન સમયે પણ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે. સ્થળ ઉપર ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની ૧૦થી વધુ ટીમ ઉપરાંત રાજકોટનો મહત્તમ પોલીસ કાફલો તૈનાત રહેશે ત્યારે આ સમયે બૂલડોઝર આડા સૂઈ જવું કે અન્ય કોઈ પ્રકારના છમકલા કરનારા તત્ત્વોની ખેર નહીં રહે તે વાત નિશ્ચિત છે.

આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વરમાં કાર્યવાહી સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ન મળ્યો: 23મીએ સવારે 7 વાગ્યાથી ડિમોલિશન થશે શરૂ, અનેક પરિવારે જાતે જ મકાન ખાલી કરી દીધા

સવારે સાત વાગ્યાથી ડિમોલિશન શરૂ થઈ જશે

મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સવારે સાત વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. એક સાથે ૧૪૮૯ દબાણ દૂર કરવાના હોવાથી કદાચ એક દિવસમાં ડિમોલિશન પૂરું થાય તેવી શક્યતા ન જણાતી હોય તંત્ર દ્વારા બેથી ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી કરાય તેવી શક્યતા પણ રહેલી છે.

Share Article

Other Articles

Previous

લાલ કિલ્લો અને દેશના મુખ્ય મંદિરો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના નિશાના પર: રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ જારી કર્યું હાઇ એલર્ટ

Next

દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: નેટ પ્રેક્ટિસમાં હાર્દિકના શોટ પર આ સ્ટાર બોલરને થઈ ઇજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જંગલેશ્વરમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી 4 લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ: શહેરમાં ડ્રોન ઉડાડવાની મનાઈ,રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
3 મિનિટutes પહેલા
તૂટેલા રમકડાં-રૂમાલથી બંધ દ્વાર…80 હજાર વસ્તી સામે માત્ર 14 આંગણવાડી! રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાળકો ભોગવે છે બેદરકારી
58 મિનિટutes પહેલા
લાલ કિલ્લો અને દેશના મુખ્ય મંદિરો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના નિશાના પર: રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ જારી કર્યું હાઇ એલર્ટ
1 કલાક પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારીના જુઓ આકાશી દ્રશ્યો: ભારે હૈયે ઘર છોડવા લોકો મજબૂર, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં
2 કલાક પહેલા
Categories

નેશનલ

2915 Posts

Related Posts

રાજકોટમાં ડેન્ગ્યુ દેખાયો, શરદી, ઉધરસ અને તાવના કેસના ઢગલા
રાજકોટ
2 વર્ષ પહેલા
બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના 7 વર્ષના લગ્ન જીવનનો અંત : પતિ પારુપલ્લી કશ્યપ સાથે થયા ડિવોર્સ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
લો બોલો ! ચોરી કર્યા બાદ ખૂની હુમલો કરનાર તસ્કરો જ વૃદ્ધને હોસ્પિટલે લઈ ગયા : સારવારમાં મોત
ક્રાઇમ
10 મહિના પહેલા
રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીની બદલી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર