Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘ગેરકાયદે જંગલ સાફ’…રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીનો બીજો દિવસ: 300થી વધુ દબાણો દૂર કરવામાં આવશે

Tue, February 24 2026

રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1119 મિલકતો તોડી પાડવામાં આવી છે અને બાકી રહેતી 300 પ્રોપર્ટીને પણ આજે (24 ફેબ્રુઆરી) બપોરે 3 વાગ્યા સુધીમાં તોડી પડાશે. સોમવારે સવારે 7:30 વાગ્યાથી શરૂ થયું હતું. ડિમોલિશન ‘ફાઈનલ’ થયાની જાહેરાત પછીથી લઈને સોમવાર સુધી માત્ર જંગલેશ્વર જ નહીં પરંતુ મહત્તમ રાજકોટના લોકોમાં “શું થશે?” તેવી ચિંતા અને ઉત્કંઠા જોવા મળી રહી હતી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી અધિકારીઓએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી હતી, જેના કારણે ડિમોલિશનમાં કોઈ અડચણ આવી નહોતી અને ધારણા કરતાં પણ વહેલું ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.

અજવાળું થતાં જ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ

જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. નદીના પટ્ટમાં પાકા મકાનો ત્રણથી ચાર માળના બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલા હોવાથી જેસીબીથી મકાનો તૂટી સકતા નથી, તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે. સોમવારે વહેલી સવારથી જ આજી નદીના પટ તથા ટાઉન પ્લાનિંગ રોડ ઉપર ખૂણે ખૂણે પોલીસ, એસ.એ.એફ. (Special Action Force), એસ.આર.પી. સહિત મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તેમજ મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત થઈ ગયા હતા.

અજવાળું થતાં જ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓની કડક દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



જંગલેશ્વરમાં બીજા અને અંતિમ દિવસના ડિમોલિશનનો ડ્રોન વીડિયો

જંગલેશ્વરમાં દબાણ હટાવવાનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આ કામગીરીના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે મોટા ભાગના મકાન તોડી પાડવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ રોડ તેમજ નદીના પટમાં એક રૂમની ઓરડીથી લઈને 3 થી 4 માળના બંગલાઓ સુધી, જેમાં 3 થી 5 રૂમ તથા વૈભવી સુવિધાઓ હતી, તે તમામ ઇમારતોને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. તંત્રને અંદાજ હતો કે આ ડિમોલિશન ગુરુવાર સુધી ચાલશે, પરંતુ સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં જ મોટાભાગની કાર્યવાહી પૂર્ણ થઈ જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો:Jharkhand Air Ambulance Crash: ઉડાન ભર્યાની 24 મિનિટમાં જ એર એમ્બ્યુલન્સ તૂટી પડી: દર્દી સહિત 7 લોકોના મોત

સવારે 7:30થી લઈને સાંજે 7 વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં બુલડોઝરની ગર્જના, સાયરનના અવાજ, મહિલા અને બાળકોના રોદન, બ્રેકરના ભયાનક અવાજ તથા તંત્ર દ્વારા માઇક મારફતે અપાતી ચેતવણીઓથી વાતાવરણ ગંભીર બની ગયું હતું. મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ ખાલી કરવા અપીલ કરવામાં આવી રહી હતી, જેના પરિણામે રવિવાર રાત સુધીમાં જ મોટા ભાગના લોકોએ પોતાના મકાન અને દુકાનો ખાલી કરી દીધી હતી, જેથી તંત્રને મુખ્યત્વે દબાણ દૂર કરવાની કાર્યવાહી જ કરવી પડી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના સહકારનગર મેઈન રોડ પર કુરિયર ઓફિસે જઈ યુવકને છરીના ઘા ઝીંક્યા: નામચીન શખસ અને તેના સાગરિતે મચાવ્યો આતંક

Next

Jharkhand Air Ambulance Crash: ઉડાન ભર્યાની 24 મિનિટમાં જ એર એમ્બ્યુલન્સ તૂટી પડી: દર્દી સહિત 7 લોકોના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
બંધ પડેલા PF ખાતાઓમાં પડેલી રકમ પરત કરાશે: દેશના 31 લાખથી વધુ EPFO​​ સબ્સ્ક્રાઇબર્સ માટે સરકારનો મોટો નિર્ણય
7 મિનિટutes પહેલા
ટ્રમ્પની ટેરીફની નવી ધમકીને પગલે પગલે શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યુ: સેન્સેક્સ 1150 પોઇન્ટ અને નિફટી 300 પોઈન્ટ ગબડયા
11 મિનિટutes પહેલા
મત લેનારાઓ માનવતા પણ ચૂક્યા-દુ:ખની ઘડીએ સહારો પણ ન બન્યા! ચૂંટાયેલા નગરસેવકોથી લઇ ધારાસભ્યો કે સ્થાનિક આગેવાનો ફરક્યા પણ નહીં
22 મિનિટutes પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 26મીથી રોડ પહોળો કરવાનું શરૂ કરાશે: ખાતમુહૂર્ત કરી દસ જ દિવસમાં રોડ 50 ફૂટનો કરવાની મહાપાલિકાની જાહેરાત
36 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2920 Posts

Related Posts

ઇન્સ્ટાગ્રામ રિલ્સમાં અપશબ્દોની કોમેટ કરતાં પોલીસ ફરિયાદ 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દિલ્હીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી : 12થી વધુ લોકોને બચાવી લેવાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુસ્લિમ પુરુષ ચાર પત્ની રાખી શકે અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે : મુંબઈ હાઈકોર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતની સૌર ઉર્જા ક્રાંતિ : ઉજ્જવળ અને સ્વચ્છ ભવિષ્ય તરફ મક્કમ ડગલું !! જાણો સૌર ઉર્જાના વિસ્તરણમાં પડકારો વિશે
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર