Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

કથિત પત્રકારને વીડિયો આપનાર ‘મીસ્ટર ઈન્ડિયા’ની શોધખોળ : જો તમે પણ ભોગ બન્યા છો તો આ નંબર પર કરો સંપર્ક

Sat, May 24 2025

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી સ્કૂલના સંચાલકની ચેમ્બર કે જ્યાં તેઓ સ્ત્રીમિત્ર સાથે હોય તેવા વીડિયો મેળવી 25 લાખની ખંડણી માંગ્યાના ચકચારી કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચે બે કથિત પત્રકાર તેમજ એક યુવક સહિત ત્રણ શખસોને દબોચી લીધા બાદ પૂછપરછમાં વધુ ખુલાસા થવા પામ્યા હતા. એકંદરે પકડાયેલો કથિત પત્રકાર કે જે સોશ્યલ રિપોર્ટ નામનું સાંધ્ય દૈનિક ચલાવી રહ્યો છે તેની પાસે આ વીડિયો આખરે આવ્યો ક્યાંથી તે દિશામાં પોલીસે તપાસ કરતાં એક ભરવાડ શખસે આશિષને આવો એક નહીં બલ્કે છથી સાત વીડિયો આપ્યા હોવાનું રિમાન્ડ દરમિયાન આશિષે જ કબૂલ્યું હતું.

આશિષ ડાભીએ પોલીસને જણાવ્યું કે તે અલગ-અલગ વૉટસએપ ગ્રુપમાં ન્યુઝ પ્લેટ મુકતો હોવાથી આ ગ્રુપમાં તેને વીડિયો આપનાર ભરવાડ શખસ પણ સામેલ હતો. આ પછી એ શખસે આશિષ ડાભીનો મોબાઈલ ઉપર સંપર્ક સાધ્યો હતો. આ પછી બન્ને વચ્ચે રૂબરૂ મુલાકાત થઈ ત્યારે એ શખસે આશિષને આવા છથી સાત વીડિયો આપ્યા હતા. જો કે આ વ્યક્તિનું નામ શું હતું, તે ક્યાં રહે છે તે સહિતની વિગતો આશિષ પાસે ન હોવાનું રટણ કર્યું હતું પરંતુ પોલીસને આ વાત ગળે ઉતરી રહી નથી.

સૂત્રોએ જણાવ્યું કે જોગાનુજોગ ગણો કે જાણીજોઈને ગણો પોલીસે જ્યારે આશિષની ધરપકડ કરી બરાબર ત્યારે જ તેનો ફોન ખરાબ થઈ ગયો હોય તે શરૂ થયા બાદ વીડિયો આપનાર ભરવાડ શખસનો મોબાઈલ નંબર પોલીસને આપશે તેવું આશિષે પોલીસને જણાવ્યું હતું ! એકંદરે વીડિયો આવી ગયા બાદ આશિષ ડાભી દ્વારા સ્કૂલ સંચાલકને ન્યુઝ પ્લેટના સ્વરૂપમાં મોકલી બ્લેકમેઈલ કરવાનું શરૂ કરાયું હતું. આ પછી એજાઝ ગોરી અને ધર્મેશ દોશીની તેમાં એન્ટ્રી થઈ હતી અને ત્રણેયે મળીને ખંડણીનો ખેલ શરૂ કર્યો હતો. એકંદરે અત્યાર સુધી પોલીસની તપાસમાં આશિષને વીડિયો આપનાર ભરવાડ શખસ મિસ્ટર ઈન્ડિયા હોવાનું સામે આવ્યું છે !

`ક્રાઈમ બ્રાન્ચ હોય તો શું થયું ?’ કથિત પત્રકારોએ શેખી પણ હાંકી’તી

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જે જગ્યા પર એક લાખની ખંડણી લેવાની હતી તે સમર્પણ હોસ્પિટલ કે જે ફરિયાદીના મીત્રની છે ત્યાં એજાઝ અને ધર્મેશ દોશી પહોંચ્યા હતા. જો કે તેના પહેલાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં તૈનાત થઈ ગઈ હતી અને જેવા પૈસા લીધાં કે બન્નેને દબોચી લેવાયા હતા. બન્નેને પકડ્યા બાદ પોલીસે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ તરીકેની ઓળખ આપી તો લાજવાને બદલે ગાજીને `ક્રાઈમ બ્રાન્ચ હોય તો શું થયું ?’ તેવી શેખી પણ હાંકી’તી !!

બોગસ પત્રકારનો ભોગ બનેલા ડર્યા વગર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રજાજોગ એવી અપીલ પણ કરવામાં આવી હતી કે આ ત્રિપૂટી અથવા તો આવા કોઈ બોગસ પત્રકારનો ભોગ બન્યા હોય તો એવા લોકો ડર્યા વગર ક્રાઈમ બ્રાન્ચનો 63596 29896 ઉપર સંપર્ક કરી શકે છે. આ અંગેની માહિતી આપનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે પરંતુ પોલીસ દ્વારા એક દાખલો બેસે તેવી સજ્જડ કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ મહાપાલિકા-આઉટડોર એજન્સીઓ હોર્ડિંગને ‘હળવાશ’થી લ્યે છે…કોઈ દુર્ઘટનાની જોવાતી રાહ?!

Next

સગીરા સાથે જાતીય સબંધ બાંધવાના દોષિતને સજા નહીં પણ મુક્તિ! POCSO કેસમાં સુપ્રીમ કોર્ટનો અસાધારણ નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

BCCI પણ હવે સરકારના દાયરા હેઠળ આવશે, આજે સંસદમાં રજૂ થશે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
બાંગ્લાદેશમાં IPL ઉપર પ્રતિબંધ: ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનના વિવાદમાં બાંગ્લાદેશ ભડક્યું,એક પણ મેચ નહીં બતાવાય
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ૧૧ ઉમેદવારો જાહેર કર્યા
Breaking
1 વર્ષ પહેલા
ભલે ઉહાપોહ થાય, રોષ ફાટી નીકળે પણ હેલમેટનું પાલન કરાવવું જ પડશે : પોલીસ-મનપાના પદાધિકારીઓને ગૃહમંત્રીનો આદેશ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર