Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો સૌરાષ્ટ્ર યુનિ.નો 60મો પદવીદાન સમારોહ: 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ એનાયત

Thu, December 25 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. તેઓ આજે સવારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પધાર્યા હતા જ્યાં અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં પદવીદાન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા જય 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ આપવામાં આવ્યા હતા.

કાન ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે યોજાયો પદવીદાન સમારોહ

કાન ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, વિદ્યાથીઓ અને ગુરુજનોએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે, જેના પરિણામે વિદ્યાથીઓ અભ્યાસ પૂર્ણ કરીને પદવી મેળવી શક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. શિષ્યોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ માટે આચાર્ય શબ્દ પણ વપરાયો છે. જે શિષ્યોને ફક્ત અક્ષરજ્ઞાન નથી આપતા, પરંતુ તેની સાથેસાથે શિષ્યોના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરે, તેમના વન નિર્માણની જવાબદારી પણ ઉપાડે છે, એ આચાર્ય.

પ્રાચીન કાળમાં ભારત અનેક વિદ્યાઓથી સમૃદ્ધ દેશ હતો. લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે ભારતમાં આવતાં હતાં. વર્તમાન સમયમાં દેશ આ જૂની પરંપરા સાથે કદમ મિલાવી રહ્યો છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં વિદેશીઓ અભ્યાસ કરવા માટે આવી રહ્યાં છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર પણ ભાર અપાયો છે. અભ્યાસમાં જાણકારીની સાથે વિવિધ કલાઓનો પણ સમાવેશ થતાં યુવાનો ભણતર ઉપરાંત પોતાના આગવા કૌશલ્યો વિકસાવીને પણ રોજગારી મેળવી શકે છે, તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.

યુવાનોએ ખૂબ મહેનત કરીને મનગમતી પદવી પ્રાપ્ત કરી છે ત્યારે તેઓ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બને તેમજ માતા-પિતા અને ગુરુજનોના વનમાં સહાયરૂપ બને, તેમ જણાવી રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી  ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. જ્યારે માતા-પિતા-ગુરુ વિદ્યાર્થીઓના વનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કરે છે.

દીક્ષાંત એ અંત નહીં, દેશ પ્રત્યે ફરજ અને જવાબદારી નિભાવવાનો પ્રારંભ

દીક્ષાંત એ અંત નહીં, પરંતુ દેશ પ્રત્યે ફરજ અને જવાબદારી નિભાવવાનો પ્રારંભ છે, તેમ શીખ આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનના ભંડારનો સદુપયોગ કરી સહભાગી બને. યુવા વિદ્યાર્થીઓને ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર’ બનવાની પ્રેરણા આપતાં મંત્રી પ્રદ્યુમનભાઈએ સ્વદેશી અને ‘આત્મનિર્ભર’ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં સમર્પિત બનવા પણ આહવાન કર્યું હતું.

રાજ્યપાલની અનુમતિ બાદ આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયો હતો. ત્યારબાદ મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન આપીને આવકાર અપાયો હતો. કુલપતિ ડૉ. ઉત્પલભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ શાખાના ડીન  ડો. નીદત્ત બારોટ અને કુલસચિવ  મનીષ ધામેચાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન  ડો. ધારાબેન જોશી અને  ડો. ચંદ્રાવાડીયાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

આ પણ વાંચો :રાજકોટ મેડિકલમાં ઇતિહાસ :24 કલાકમાં એકસાથે 4 કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે બી.ટી સવાણી કિડની હોસ્પિટલનો રેકોર્ડ

ઉલ્લેખનીય એ છે કે, આ કાર્યક્રમમાં કુલ 43,792 વિદ્યાર્થીઓને પદવી અપાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ અપાયા હતાં. તેમજ વિદ્યાર્થીનીઓને 129 ગોલ્ડ મેડલ તથા વિદ્યાથીઓને 49 ગોલ્ડ મેડલ એમ 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતાં.

આ દીક્ષાંત સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મતી પ્રવીણાબેન રંગાણી, કલેકટર  ડૉ. ઓમ પ્રકાશ, પરીક્ષા નિયામક  મનીષ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટના સભ્યો, વિવિધ વિદ્યા શાખાઓના ડીન, પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓ, બિન શૈક્ષણિક સ્ટાફ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

વેરા પેટે ‘ધક્કાબેન્ક’નો ચેક આપનાર રાજકોટના મિલકતધારકને છ મહિનાની જેલ: 7 મહિનામાં વેરા પેટે રૂ.315 કરોડની આવક

Next

રાજકોટ મેડિકલમાં ઇતિહાસ :24 કલાકમાં એકસાથે 4 કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે બી.ટી સવાણી કિડની હોસ્પિટલનો રેકોર્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
10 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
11 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
11 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

: રાજકોટના એરપોર્ટ ઉપર મુંબઈ અને સુરતની ફ્લાઈટ લેન્ડ થઇ ત્યારે ATC અને પાઈલોટ વચ્ચે કેવી રીતે વાત થઇ….??
ગુજરાત
1 વર્ષ પહેલા
Budget 2024 Live Updates: સોનું અને ચાંદી સસ્તા થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પેરિસ ઑલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ: મનુ ભાકરે રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રાજકોટ : પોલીસ જવાનોને પરેડમાં રાહત’ આપતાં કમિશનર
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર