સૌરાષ્ટ્રવાસીઓ આનંદો…હવે દૂર નથી ચાઈના: રાજકોટથી ચાઈનાની ફલાઇટ થશે ટેકઓફ,4 વર્ષ બાદ સીધું કનેક્શન
ઓક્ટોબર મહિનાથી રાજકોટને એક સાથે 3 નવી ફલાઇટ મળશે.જેમાં હવે રાજકોટથી ચાઇનાનું સીધું કનેકશન મળી રહેશે,ઈન્ડિગો દ્વારા આગામી ઓક્ટોબર મહિનાથી કોલકત્તાથી ચાઈનાની ગોન્ઝાઉ માટેની ફલાઇટ ટેકઓફ થવા જઈ રહી છે.જેમાં રાજકોટથી વાયા કોલકત્તા સાથે સૌરાષ્ટ્રવાસીઓને સીધી ચીન માટેની હવાઈ સેવા મળી રહેશે.આ નવા રૂટ માટે ઈન્ડિગોની હાઈ ઓથોરિટી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સૌરાષ્ટ્રથી ચાઈનાની બિઝનેસ ટ્રીપ માટે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને મેડિકલ સ્ટડી માટે ઘણાં સ્ટુડન્ટ જતા હોય છે.કોરોના દરમિયાન 4 વર્ષથી ભારત અને ચીન વચ્ચે વણસેલા સંબંધો બાદ ચીન માટે સીધી ફલાઈટ બંધ હતી.હવે પી.એમ.મોદીની મુલાકાત બાદ હવે ભારત અને ચીનની સીધી ફલાઇટ ઉડાન ભરવા તૈયાર છે.આ નિર્ણયથી રાજકોટ કે સૌરાષ્ટ્રમાંથી ચીનનાં પ્રવાસે જતાં પેસેન્જરોને બેંગકોક,સિંગાપોર અથવા હોંગકોગનાં હબમાંથી પસાર નહિ થવું પડે.આગામી મહિનાથી સીધી અને નોનસ્ટોપ હવાઈ સેવા મળી રહેશે.

ઈન્ડિગો એરલાઇન દ્વારા રાજકોટથી ચાઈના માટેની પુરજોશ માં કાર્યવાહી ચાલી રહી છે.મળતી વિગતો મુજબ ઇન્ડિગોની આ નવી ફલાઇટ રાજકોટથી કોલકત્તા માટે સપ્તાહમાં 4 દિવસ શરૂ કરાશે.રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમનું કામ પૂર્ણ થઈ ગયું છે, અને ઇમિગ્રેશન માટેની પ્રક્રિયા હજુ અધ્ધરતાલ હોય ઇન્ડિગોની ચાઈના માટેની ફલાઈટ કોલકત્તા સુધી ડોમેસ્ટિક અને કોલકત્તામાં કસ્ટમ-ઇમિગ્રેશનની કાર્યવાહી થશે જ્યાંથી આ જ ફલાઇટમાં ચાઈના માટે ઉડાન ભરી શકશે.જેના માટે હવે કોલકત્તાની ઉડાનને મંજૂરી મળે એટલે ઓક્ટોબરથી આ ફલાઇટ રાજકોટથી ટેકઓફ થશે.
આ પણ વાંચો :સરકારી દવાના છ બોક્સ જ પલળ્યા! રાજકોટમાં GMSCL ગોડાઉનની તપાસ પૂર્ણ : કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવાય તેવી શક્યતા
દિવાળી પૂર્વે ઇન્દોર અને ઉદેપુરની ફલાઈટ ઉડાન ભરશે
ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલમાં રાજકોટથી દિલ્હી,મુંબઈ,ગોવા,બેંગ્લોર, હૈદરાબાદ માટેની ફલાઇટ ઉડાન ભરે છે.નવા રૂટ માટે ઇન્ડિગોએ પ્રપોઝલ મૂકી છે.જેમાં અગાઉ જે ઇન્દોર-ઉદેપુરની જે ફલાઈટ ચાલતી હતી તે બંધ કરી દેવાઈ હતી તેને શરૂ કરવા માટે પ્રપોઝલ મુકાઈ હતો.આથી રાજકોટથી ઇન્દોર અને ઉદેપુર ફલાઇટ અને દિલ્હી માટેની સવારની ફલાઇટ શરૂ કરવાની તૈયારીઓ ચાલે છે.આગામી થોડા સમયમાં શેડયુલ અને ટીકીટ બુકીંગ માટેની વિગતો જાહેર થશે.
